Gujaratમાં 9 દિવસમાં 108 ઈમરજન્સીના 50,979 કેસ નોંધાયા, સૌથી વધુ ગર્ભાવસ્થા અને અકસ્માતના કૉલ્સ

Oct 20, 2026 - 17:00
Gujaratમાં 9 દિવસમાં 108 ઈમરજન્સીના 50,979 કેસ નોંધાયા, સૌથી વધુ ગર્ભાવસ્થા અને અકસ્માતના કૉલ્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજ્યમાં તહેવારોના દિવસો દરમિયાન 108 ઈમરજન્સી સેવાઓ પર કૉલ્સનો ભારે ધસારો જોવા મળ્યો છે. રાજ્યમાં 11થી 19 ઓક્ટોબર સુધીના માત્ર 9 દિવસના સમયગાળા દરમિયાન 108 ઈમરજન્સી સેવા ખાતે કુલ 50,979 કટોકટીના કેસ નોંધાયા છે. તહેવારો દરમિયાન લોકોની અવરજવર અને ખાનપાનમાં ફેરફારના કારણે ઈમરજન્સી કૉલ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આંકડાઓ મુજબ 19 ઓક્ટોબરે એક જ દિવસમાં રાજ્યભરમાંથી 108 સેવાને 5,831 ઈમરજન્સી કૉલ્સ મળ્યા હતા.

108 સેવા પર કૉલ્સનો ભારે ધસારો

નોંધાયેલા ઈમરજન્સી કેસોના આંકડાકીય વિશ્લેષણ મુજબ, સૌથી વધુ 10,943 કેસ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત નોંધાયા છે. આ ઉપરાંત તહેવારોના દિવસોમાં રસ્તાઓ પર વાહનોની ભારે ચહલપહલ વચ્ચે માર્ગ અકસ્માતના 6,817 કેસ નોંધાયા હતા. તહેવારોના ખાનપાનના કારણે પેટમાં અસહ્ય દુખાવાના 6,314 કેસ, જ્યારે અંદરોઅંદરના ઘર્ષણ, હુમલા અને સામાન્ય ઈજાના 5,842 કેસ સામે આવ્યા હતા, જેમાં 108ની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી દર્દીઓને હોસ્પિટલ ખસેડ્યા હતા.

19મીએ એક જ દિવસમાં 5,831 કૉલ્સ

અન્ય શારીરિક તકલીફોના કેસોમાં શ્વાસની ગંભીર તકલીફના 4,348 કેસ, હૃદય સંબંધિત ઈમરજન્સીના 2,955 કેસ તેમજ ઝેરની અસર કે ઝેરી ડંખના 1,497 કેસ નોંધાયા હતા. સમગ્ર રાજ્યમાં 108ના કંટ્રોલ રૂમ અને એમ્બ્યુલન્સ સ્ટાફે રાત-દિવસ જોયા વગર હજારો દર્દીઓને સમયસર ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડીને સંજીવની સમાન સેવા પૂરી પાડી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0