Gujarat: હાથશાળ-હસ્તકલાનાં 24 હજાર કારીગરોએ 3 વર્ષમાં 124 કરોડની વસ્તુઓનું વેચાણ કર્યું

Jun 3, 2025 - 14:00
Gujarat: હાથશાળ-હસ્તકલાનાં 24 હજાર કારીગરોએ 3 વર્ષમાં 124 કરોડની વસ્તુઓનું વેચાણ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં શહેરી-ગ્રામીણ યુવાનોને વધુને વધુ રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1992થી ‘ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન કોટેજ’એટલે કે ઈન્ડેક્ષ્ટ-સીની રચના કરવામાં આવી છે. ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા વર્ષ 2022-23, 2023-24 અને 2024-25 એમ છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 234 મેળા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ વર્ષમાં વિવિધ મેળા-પ્રદર્શનના માધ્યમથી હાથશાળ-હસ્તકલાનાં બધા થઈને કુલ 24689જેટલા કારીગરો દ્વારા 124 કરોડ કરતાં વધુ કિંમતની વિવિધ વસ્તુઓનું ગુજરાત સહિત દેશભરમાં વેચાણ કરવામાં આવ્યું છે.

કુલ 205 મેળા-પ્રદર્શનનું આયોજન

આ મેળા-પ્રદર્શન પૈકી ગુજરાતમાં કાર્યરત ઇન્ડેક્ષ્ટ-સી, અમદાવાદ હાટ, ભુજ હાટ અને બોપલ હસ્તકલા હાટ દ્વારા કુલ 205 મેળા-પ્રદર્શનનું આયોજન કરી હાથશાળ-હસ્તકલાનાં અંદાજે કુલ 21318 જેટલા કારીગરો થકી રૂ.99 કરોડ કરતાં વધુની કિંમતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.તેવી જ રીતે રાજ્ય બહાર કુલ 29 મેળા-પ્રદર્શન થકી હાથશાળ-હસ્તકલાનાં અંદાજે કુલ 3380 જેટલા કારીગરો દ્વારા 25.87 કરોડ કરતાં વધુની કિંમતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.

‘GI’ ટેગ પ્રાપ્ત ગુજરાતનાં હાથશાળ-હસ્તકલા ઉત્પાદનો

હાથશાળ-હસ્તકલાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ સંખેડાનું ફર્નિચર, કચ્છની એમ્બ્રોડરી, ટાંગલીયા શાલ, સુરતનું ઝરીકામ, જામનગરી બાંધણી, કચ્છની શાલ, પાટણના પટોળા, વરલીની ચિત્રકળા, પીઠોરા, માતાની પછેડી, કચ્છની રોગન ક્રાફ્ટ, કચ્છની બાંધણી, ઘરચોળું, ગુજરાત સુફ ભરતકામ, અમદાવાદના સોદાગરી બ્લોક પ્રિન્ટ, સુરતની સાડેલી ક્રાફ્ટ, ભરૂચની સુજની અને કચ્છની અજરખ જેવી હાથશાળ-હસ્તકલા વસ્તુઓ સહિત વિવિધ કુલ 28 ઉત્પાદનોને રાજ્ય સરકાર દ્વારા ‘GI’ ટેગ આપવામાં આવ્યા છે. આ ઉત્પાદનોને પ્રતિષ્ઠિત ‘GI’ ટેગ મળવાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન તેમજ કારીગરોને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે.

વર્ષ 2023માં ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હાથશાળ-હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર વર્ષ 2023માં ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિવિધ 11 કારીગરોને ક્રાફટવાઇઝ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ હાટ, ભૂજ હાટ તેમજ બોપલ-અમદાવાદ હાટ ખાતે તેમજ રાજ્ય બહાર મૈસુર-કર્ણાટક, હૈદરાબાદ-તેલંગણા, પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ, ભોપાલ-ઇન્દોર, દિલ્હી, મુંબઇ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં ગુજરાતની હાથશાળ-હસ્તકલાના બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવા મેળા-પ્રદર્શન-ઉત્સવો યોજવામાં આવે છે. આ ઉપરાંત ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા વડોદરા, સિદ્ધપુર, રાજકોટ ખાતે કાયમી હાટની સ્થાપના તેમજ સુરત ખાતે પી.એમ.એકતા મોલ શરૂ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0