Gujarat સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા આગામી સમયામાં ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરાશે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય,તાલુકા/ઝોન કક્ષા અને જીલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા કક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે. શાળાઓએ લેવાનો રહેશે ભાગ ખેલ મહાકુંભ ૩.૦નું ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.૦૫-૧૨-૨૦૨૪થી શરૂ કરવામાં આવેલ છે. ખેલ મહાકુંભ ૩.૦ના રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૫-૧૨-૨૦૨૪ સાંજે ૦૬:૦૦ કલાક સુધીની રહેશે. ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લેવા માટે નિયત વય જુથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઈટ http://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઇ પણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઇ શકશે નહી. રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઇન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકાશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જીલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વય જુથમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવું રમત-ગમત ક્ષેત્રે વિશિસ્ટ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. વધુમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને જુદી જુદી ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓ શોધી કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારનું સધન પ્રશિક્ષણ આપવામાં આવે છે.આ બંને ઉદ્દેશો એકબીજાને પૂરક છે. પ્રથમ ઉદ્દેશ રમતગમત માટે માહોલ ઉભો કરવાનો છે જયારે બીજો ઉદ્દેશ સધન પ્રયત્નો રાજયમાં ચંદ્રક વિજેતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે.

Gujarat સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા આગામી સમયામાં ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય,તાલુકા/ઝોન કક્ષા અને જીલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા કક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે.

શાળાઓએ લેવાનો રહેશે ભાગ

ખેલ મહાકુંભ ૩.૦નું ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.૦૫-૧૨-૨૦૨૪થી શરૂ કરવામાં આવેલ છે. ખેલ મહાકુંભ ૩.૦ના રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૫-૧૨-૨૦૨૪ સાંજે ૦૬:૦૦ કલાક સુધીની રહેશે. ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લેવા માટે નિયત વય જુથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઈટ http://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઇ પણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઇ શકશે નહી.

રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે

અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઇન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકાશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જીલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વય જુથમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવું

રમત-ગમત ક્ષેત્રે વિશિસ્ટ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. વધુમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને જુદી જુદી ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓ શોધી કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારનું સધન પ્રશિક્ષણ આપવામાં આવે છે.આ બંને ઉદ્દેશો એકબીજાને પૂરક છે. પ્રથમ ઉદ્દેશ રમતગમત માટે માહોલ ઉભો કરવાનો છે જયારે બીજો ઉદ્દેશ સધન પ્રયત્નો રાજયમાં ચંદ્રક વિજેતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે.