Gujarat સરકારના મંત્રી ભાનુબેન બાબરિયા શેક કરતા દાઝી જતા ખસેડાયા સારવાર હેઠળ

Feb 19, 2025 - 10:30
Gujarat સરકારના મંત્રી ભાનુબેન બાબરિયા શેક કરતા દાઝી જતા ખસેડાયા સારવાર હેઠળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,થોડા દિવસ અગાઉ શેક કરતી વખતે તેઓ દાઝી જતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,ભાનુબેન બાબરીયા આજે વિધાનસભા સત્રમાં હાજર નહી રહે તો ભાનુબેન બાબરિયાની બદલે બે મંત્રીઓ મહિલા અને બાળ વિભાગનાં જવાબ આપશે.

આજે મળશે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક

આજથી બપોરે 12 વાગ્યે વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે. રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્રનો આરંભ થશે. રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંધ,કડીના ધારાસભ્ય સ્વ. કરસન સોલંકી સહીત પૂર્વ ધારાસભ્યોને શ્રધાંજલિ આપશે.તો મહત્વનું છે કે બજેટ સત્ર શરૂ થાય તે પહેલા કેબિનેટ બેઠક મળશે અને તેમાં ઘણા નિર્ણયો લેવાઈ શકે છે.

સરકાર નવી ભરતીઓ અને વિકાસના કામો પર મુકશે ભાર

નવું બજેટ ગત વર્ષ કરતા 10 ટકા વધું હશે તો ગુજરાતના આગામી બજેટ પર મુખ્યમંત્રીની મોહર લાગશે તો આજે CM અને નાણામંત્રી કનુ દેસાઈની આખરી બેઠક પૂર્ણ થઈ છે,સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ( SEZ)એ એક એવો વિસ્તાર છે કે જેમાં વ્યાપાર અને વેપારના કાયદા દેશના અન્ય ભાગો કરતા અલગ હોય છે. SEZ દેશની રાષ્ટ્રીય સરહદોની અંદર સ્થિત છે, અને તેમના ઉદ્દેશોમાં વેપાર સંતુલન, રોજગાર, રોકાણમાં વધારો, રોજગાર સર્જન અને અસરકારક વહીવટનો સમાવેશ થાય છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0