Gujarat સરકાર દ્વારા અમલી બનાવાયેલા SMC પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં ગુજરાતના યુવાઓને ડ્રગ્સની બદીથી દુર રાખવા ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી છે, ત્યારે રાજ્યમાંથી દારૂ જુગાર ઉપરાંત ડ્રગ્સના કેસો શોધી કાઢીને માફિયાઓ સુધી પહોંચવા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા સ્ટેટ મોનિટરીંગ સેલ SMC પોલીસ સ્ટેશનમાં ખાસ ટીમ બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત આજે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ નોંધાયો છે. SMC પોલીસ સ્ટેશનની ખાસ ટીમે ડ્રગ્સ સાથે એક નાઇજિરિયન યુવતીને નવસારીથી પકડી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.
SMC પોલીસ સ્ટેશનની ખાસ ટીમને મોટી સફળતા મળી
ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ સામે લડત વધુ અસરકારક બનાવવા માટે ગુજરાત ગૃહ વિભાગે તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી, તેને વિશેષ સત્તાઓ આપવા ઐતિહાસિક નિર્ણય લીધો હતો. દરમિયાન ગૃહ રાજ્ય મંત્રીશ્રીની સુચના મુજબ ડ્રગ્સ હેરાફેરી અંગે બાજ નજર રાખી ડ્રગ્સ ડિલીવરી પહેલા જ પેડલરોને પકડવા SMC પોલીસ સ્ટેશનની ખાસ ટીમને મોટી સફળતા મળી છે.
SMC અલગ પોલીસ સ્ટેશન બન્યું છે
SMC પોલીસ સ્ટેશનનાની આ ખાસ ટીમ દ્વારા આજે પહેલો NDPS કેસ પકડવામાં આવ્યો છે, જે રાજ્યમાં ડ્રગ્સની સામેની લડતમાં માઇલસ્ટોન સાબિત થશે. SMCની ખાસ ડ્રગ્સ-ટીમે નવસારી ખાતેથી ડ્રગ્સ સાથે એક નાઇજિરિયન યુવતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SMCના ડી.આઇ.જી નિર્લિપ્ત રાયની આગેવાનીમાં આ કામગીરી ગુજરાતમાં ડ્રગ્સ માફિયાને નાબૂદ કરવા માટે SMC પોલીસ સ્ટેશનની ટૂંક સમયમાં વધતી જતી સક્રિય ભૂમિકા દર્શાવે છે.
What's Your Reaction?






