Gujarat: સંભવિત કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકાર તૈયાર

May 31, 2025 - 13:30
Gujarat: સંભવિત કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકાર તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે આ દરમિયાન સંભવિત કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકાર તૈયાર થઈ ગઈ છે. તમામ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલમાં આજે મોકડ્રીલનુ આયોજન કરાયું છે. સાથે જ કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને ઓક્સિજન અને PSA પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી છે.

સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ હાલ કાર્યરત

RMOએ જણાવ્યું કે, કોરોનાની સ્થિતિને પહોંચવા રાજ્ય સરકાર તૈયાર છે. તમામ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં આજે મોકડ્રીલનું આયોજન કરાયું છે. હોસ્પિટલમાં ઓક્સિજન અને પીએસએ પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલમાં પણ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ અવસ્થામાં જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં રેગ્યુલર બેઝ પર આ ઓક્સિજન પ્લાન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. કોરોના વધતા કેસ વચ્ચે 20 બેડની વ્યવસ્થા અલગ કરાઈ છે. સાથે જ જરૂરિયાત પડે તો વધુ બેડ ઉભા કરાશે. કોરોનાની સ્થિતિને પહોંચી વળતા હાલ ચિંતાનો કોઈ જ વિષય નથી.

રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસ વકર્યો

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસ વકર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં આજે એટલે કે 30મેના રોજ કોરોના વાયરસના નવા 68 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને પોઝિટિવ કેસ પર કંટ્રોલ લેવા માટે અલગ અલગ પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હાલમાં કૂલ 265 કોરોના વાયરસના એક્ટીવ કેસ છે. જે પૈકી 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે કૂલ 254 દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0