Gujarat: શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ 3 બાળકોનો ભોગ લીધો

રાજ્યમાં કુલ મૃત્યુઆંક પહોંચ્યો 71ને પાર વાયરલ એન્કેફેલાઈટિસના 14 દર્દી દાખલ 74 બાળદર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ 3 બાળકોનો ભોગ લીધો છે. જેમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 71ને પાર પહોંચ્યો છે. તેમાં નવા 2 કેસ આવતા કુલ કેસ 159 થયા છે. વાયરલ એન્કેફેલાઈટિસના 14 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. તેમજ 74 બાળદર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તેમજ અમદાવાદમાં શંકાસ્પદ ચાંદીપુરાના 12 કેસ સામે આવ્યા છે. 30 હજારથી વધુ શાળામાં પાવડર છાંટવામાં આવ્યો સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 7 કેસ સાથે મહિસાગરમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 10 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5, ગાંધીનગરમાં 8 કેસ તથા પંચમહાલમાં 16, જામનગરમાં 7, મોરબીમાં 6 કેસ તથા ગાંધીનગર શહેરમાં 4, કચ્છમાં 5, ભરૂચમાં 4 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 2 શંકાસ્પદ ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે 52,153 ઘરોમાં સર્વે કર્યો છે. તેમાં 1.49 લાખ કાચા ઘરોમાં સ્પ્રેઈંગની કામગીરી કરાઈ છે. 30 હજારથી વધુ શાળામાં પાવડર છાંટવામાં આવ્યો છે.  વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં આ વાયરસ મળી આવ્યો ચાંદીપુરા વાયરસ RNA વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાવો કરે છે. આ માટે એડીસ મચ્છર પણ જવાબદાર હોય છે. જેમાં સૌપ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં આ વાયરસ મળી આવ્યો હતો. આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ છે. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું છે. જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે આ ખતનાક વાયરસ ફેલાવો કરે છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ દર્દીઓ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300થી વધુ બાળકોના મૃત્યુ થયા હતા.

Gujarat: શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ 3 બાળકોનો ભોગ લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં કુલ મૃત્યુઆંક પહોંચ્યો 71ને પાર
  • વાયરલ એન્કેફેલાઈટિસના 14 દર્દી દાખલ
  • 74 બાળદર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ 3 બાળકોનો ભોગ લીધો છે. જેમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 71ને પાર પહોંચ્યો છે. તેમાં નવા 2 કેસ આવતા કુલ કેસ 159 થયા છે. વાયરલ એન્કેફેલાઈટિસના 14 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. તેમજ 74 બાળદર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તેમજ અમદાવાદમાં શંકાસ્પદ ચાંદીપુરાના 12 કેસ સામે આવ્યા છે.

30 હજારથી વધુ શાળામાં પાવડર છાંટવામાં આવ્યો

સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 7 કેસ સાથે મહિસાગરમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 10 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5, ગાંધીનગરમાં 8 કેસ તથા પંચમહાલમાં 16, જામનગરમાં 7, મોરબીમાં 6 કેસ તથા ગાંધીનગર શહેરમાં 4, કચ્છમાં 5, ભરૂચમાં 4 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 2 શંકાસ્પદ ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે 52,153 ઘરોમાં સર્વે કર્યો છે. તેમાં 1.49 લાખ કાચા ઘરોમાં સ્પ્રેઈંગની કામગીરી કરાઈ છે. 30 હજારથી વધુ શાળામાં પાવડર છાંટવામાં આવ્યો છે.

 વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં આ વાયરસ મળી આવ્યો

ચાંદીપુરા વાયરસ RNA વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાવો કરે છે. આ માટે એડીસ મચ્છર પણ જવાબદાર હોય છે. જેમાં સૌપ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં આ વાયરસ મળી આવ્યો હતો. આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ છે. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું છે. જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે આ ખતનાક વાયરસ ફેલાવો કરે છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ દર્દીઓ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300થી વધુ બાળકોના મૃત્યુ થયા હતા.