Ahmedabadના વાડજમાં "ગુજરાત પોલીસ જિંદાબાદ"ના કેમ લાગ્યા નારા,વાંચો Special Story

અમદાવાદના નવા વાડજમાં આવેલી રામ કોલોનીમાં ગઈકાલે માથાભારે શખ્સોએ જાહેરમાં કાયદો હાથમાં લીધો હતો અને વાહનોના કાચ તોડીને ભયનો માહોલ ઉભો કર્યો હતો,આ સમગ્ર કેસમાં 24 કલાક પહેલા વાડજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી,જાહેરમાં આરોપીઓને ઝડપી લેતા પોલીસની કામગીરી લોકોએ વખાણી હતી અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા. વાડજમાં થઈ હતી મોટી બબાલ અંગત અદાવતમાં વાડજમાં મોટી બબાલ મોડી રાત્રે થઈ હતી જેમાં અસામજિક તત્વોએ તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે જાહેરમાં આતંક મચાવ્યો હતો,ઘટનામાં એક સાથે ટોળું આવ્યું અને વાહનોને નુકસાન કર્યું હતુ.પહેલા પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો હતો પરંતુ જેવો પોલીસ પોઈન્ટ દૂર કરવામાં આવ્યો અને બબાલ થઈ હતી,અંગત અદાવતમાં બબાલ થઈ હોવાની વાત પોલીસ તરફથી સામે આવી છે જેમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે યોજી કોમ્બિંગ નાઈટ વાડજમાં બબાલ થતા પોલીસે ગતરાત્રે કોમ્બિંગ નાઈટ યોજી હતી જેમાં પોલીસે અલગ-અલગ ગુના નોંધ્યા હતા,પોલીસની ધાક લોકોમાં રહે તે માટે પોલીસે કોમ્બિંગ નાઈટ યોજી હતી. એક મહિનાથી ચાલી રહી છે બબાલ વાડજ વિસ્તારમાં મોડી રાત્રે ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી જેને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સાથે સાથે ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.એક મહિના પહેલા થયેલી માથાકૂટનો બદલો લેવા ટોળાએ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે,આસપાસના સ્થાનિકો ગભરાઈને ઘરે જતા રહ્યાં અને ટોળું વાહનોમાં તોડફોડ કરતું રહ્યું,ત્યારે સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે,અગાઉ પણ આજ ગેંગ દ્રારા બબાલ કરવામાં આવી હતી. પોલીસ ભણાવે કાયદાનો પાઠ સમગ્ર ઘટનામાં પોલીસ કાયદાનો બરોબરનો પાઠ ભણાવ્યો હતો,અગાઉ પણ ઘાટલોડીયા વિસ્તારમાં ટોળાએ આતંક મચાવ્યો હતો,કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય એ જરાય પણ ચલાવી લેવામાં નહી આવે ત્યારે વાડજ પોલીસ આવા અસામાજિક તત્વોને જાહેરમાં પાઠ ભણાવો એવી સ્થાનિકોની માગ હતી,ત્યારે બીજી વખત આવું કરતા પહેલા દસ વાર વિચાર કરે,જો પોલીસ પાઠ નહી ભણાવે તો આવા તત્વોને મોકળું મેદાન મળશે એ પણ નક્કી છે.  

Ahmedabadના વાડજમાં "ગુજરાત પોલીસ જિંદાબાદ"ના કેમ લાગ્યા નારા,વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નવા વાડજમાં આવેલી રામ કોલોનીમાં ગઈકાલે માથાભારે શખ્સોએ જાહેરમાં કાયદો હાથમાં લીધો હતો અને વાહનોના કાચ તોડીને ભયનો માહોલ ઉભો કર્યો હતો,આ સમગ્ર કેસમાં 24 કલાક પહેલા વાડજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી,જાહેરમાં આરોપીઓને ઝડપી લેતા પોલીસની કામગીરી લોકોએ વખાણી હતી અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા.

વાડજમાં થઈ હતી મોટી બબાલ

અંગત અદાવતમાં વાડજમાં મોટી બબાલ મોડી રાત્રે થઈ હતી જેમાં અસામજિક તત્વોએ તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે જાહેરમાં આતંક મચાવ્યો હતો,ઘટનામાં એક સાથે ટોળું આવ્યું અને વાહનોને નુકસાન કર્યું હતુ.પહેલા પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો હતો પરંતુ જેવો પોલીસ પોઈન્ટ દૂર કરવામાં આવ્યો અને બબાલ થઈ હતી,અંગત અદાવતમાં બબાલ થઈ હોવાની વાત પોલીસ તરફથી સામે આવી છે જેમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસે યોજી કોમ્બિંગ નાઈટ

વાડજમાં બબાલ થતા પોલીસે ગતરાત્રે કોમ્બિંગ નાઈટ યોજી હતી જેમાં પોલીસે અલગ-અલગ ગુના નોંધ્યા હતા,પોલીસની ધાક લોકોમાં રહે તે માટે પોલીસે કોમ્બિંગ નાઈટ યોજી હતી.


એક મહિનાથી ચાલી રહી છે બબાલ

વાડજ વિસ્તારમાં મોડી રાત્રે ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી જેને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સાથે સાથે ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.એક મહિના પહેલા થયેલી માથાકૂટનો બદલો લેવા ટોળાએ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે,આસપાસના સ્થાનિકો ગભરાઈને ઘરે જતા રહ્યાં અને ટોળું વાહનોમાં તોડફોડ કરતું રહ્યું,ત્યારે સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે,અગાઉ પણ આજ ગેંગ દ્રારા બબાલ કરવામાં આવી હતી.

પોલીસ ભણાવે કાયદાનો પાઠ

સમગ્ર ઘટનામાં પોલીસ કાયદાનો બરોબરનો પાઠ ભણાવ્યો હતો,અગાઉ પણ ઘાટલોડીયા વિસ્તારમાં ટોળાએ આતંક મચાવ્યો હતો,કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય એ જરાય પણ ચલાવી લેવામાં નહી આવે ત્યારે વાડજ પોલીસ આવા અસામાજિક તત્વોને જાહેરમાં પાઠ ભણાવો એવી સ્થાનિકોની માગ હતી,ત્યારે બીજી વખત આવું કરતા પહેલા દસ વાર વિચાર કરે,જો પોલીસ પાઠ નહી ભણાવે તો આવા તત્વોને મોકળું મેદાન મળશે એ પણ નક્કી છે.