Gujarat બોર્ડની પરીક્ષા અંતર્ગત પ ઝોનલ અધિકારીઓની નિમણૂંકના હુકમો કરાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષાનો આગામી તા.27 મીથી આરંભ થઈ રહ્યો છે. ત્યારે બોર્ડની પરીક્ષાના સુચારૂ સંચાલન અન્વયે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પાંચ ઝોનલ અધિકારીની નિમણૂંક કરી દેવાઈ હોવાનુ જાણવા મળ્યુ છે.શિક્ષણ વિભાગે પણ તૈયારીઓ આરંભીઆ અંગે શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસર, ધો-10 અને ધો-12 બોર્ડની પરીક્ષાનો આગામી તા.11 મીથી આરંભ થઈ રહ્યો છે ત્યારે પરીક્ષાના સુચારૂ સંચાલન અને આયોજન માટે શિક્ષણ વિભાગે પણ તૈયારીઓ ચાલુ છે. પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવાનો રહેશે. પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવાનુ રહેશે. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના ૨૦ મિનિટ અગાઉ હાજર થવાનુ રહેશે. શિક્ષણ બોર્ડની સુચના અનુસાર, પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઈલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ લેવાશે. સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરી લેવાઈ છે. આ ઉપરાંત ધો-10 માટે ત્રણ અને ધો-12મા 2 મળીને બોર્ડની માર્ચ 2024 મા લેવાનારી પરીક્ષા માટે કુલ 5 ઝોનલ અધિકારીની નિમણૂંકના હૂકમો કરાયા છે.ધો-10-12 માં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પુછાશેધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ ૩૦ ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ૭૦ ટકા રહેશે. એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.

Gujarat બોર્ડની પરીક્ષા અંતર્ગત પ ઝોનલ અધિકારીઓની નિમણૂંકના હુકમો કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષાનો આગામી તા.27 મીથી આરંભ થઈ રહ્યો છે. ત્યારે બોર્ડની પરીક્ષાના સુચારૂ સંચાલન અન્વયે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પાંચ ઝોનલ અધિકારીની નિમણૂંક કરી દેવાઈ હોવાનુ જાણવા મળ્યુ છે.

શિક્ષણ વિભાગે પણ તૈયારીઓ આરંભી

આ અંગે શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસર, ધો-10 અને ધો-12 બોર્ડની પરીક્ષાનો આગામી તા.11 મીથી આરંભ થઈ રહ્યો છે ત્યારે પરીક્ષાના સુચારૂ સંચાલન અને આયોજન માટે શિક્ષણ વિભાગે પણ તૈયારીઓ ચાલુ છે. પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવાનો રહેશે. પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવાનુ રહેશે.

બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના ૨૦ મિનિટ અગાઉ હાજર થવાનુ રહેશે. શિક્ષણ બોર્ડની સુચના અનુસાર, પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઈલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ લેવાશે. સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરી લેવાઈ છે. આ ઉપરાંત ધો-10 માટે ત્રણ અને ધો-12મા 2 મળીને બોર્ડની માર્ચ 2024 મા લેવાનારી પરીક્ષા માટે કુલ 5 ઝોનલ અધિકારીની નિમણૂંકના હૂકમો કરાયા છે.

ધો-10-12 માં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પુછાશે

ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ ૩૦ ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ૭૦ ટકા રહેશે. એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.