Gujarat: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 822

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 183 કેસ નોંધાયા છે. 29 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જ્યારે 793 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં હાલમાં કોરોનાના 822 એક્ટિવ કેસ છે.
સૌથી વધારે કેસ કયા રાજ્યમાં ?
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોનાના કેસમાં વૃદ્ધિનું કારણ નવુ વેરિએન્ટનો પગપેસારો છે. જેમાં એલએફ.7 અને એક્સએફજી, જેએન.1 અને હાલમાં જ ઓળખાયેલો એનબી.1.8.1 સબવેરિએન્ટનો સમાવેશ થાય છે. દેશમાં કુલ એક્ટિવ કેસમાં સૌથી વધારે કેરળમાં 1806 છે. જ્યારે દિલ્હીમાં 665 કેસ છે. આ ઉપરાંત ગુજરાતમાં 717 અને પશ્ચિમ બંગાળમાં 622 અને મહારાષ્ટ્રમાં 577 અને કર્ણાટકમાં 444, તમિલનાડુમાં 194 અને યુપીમાં 208 કેસ છે.
What's Your Reaction?






