Gujarat: ગ્રામ પંચાયતોને સમરસ કરવા ધારાસભ્યો મેદાને, બાયડ બાદ માંગરોળના MLAની જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં 22 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. 9મી જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે. ત્યારે આ પંચાયતોને સમરસ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે હવે ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા છે. અરવલ્લી જિલ્લાના અપક્ષ ધારાસભ્યએ બાયડ અને માલપુરની ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે 10 લાખના ઈનામની જાહેરાત કરી હતી. હવે જૂનાગઢના માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે.
ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે ધારાસભ્યો મેદાનમાં
ગુજરાતમાં ચૂંટણી પહેલા જ કેટલીક ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. હવે વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા છે. તાજેતરમાં અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ અને માલપુરની ગ્રામ પંચાયતો સમરસ થશે તો 10 લાખનું ઈનામ અને ગ્રાન્ટ બંને આપવાની જાહેરાત કરી હતી. હવે જૂનાગઢના માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ સમરસ ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે. તેમણે ગ્રામ પંચાયત સમરસ થાય તો 5 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે.
જૂનાગઢના માંગરોળના ધારાસભ્યએ જાહેરાત કરી
જૂનાગઢના માંગરોળમાં જે ગ્રામ પંચાયત સમરસ થાય તેને સરકારી ગ્રાન્ટ ઉપરાંત ધારાસભ્યના ભંડોળમાંથી પણ પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવા માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ જાહેરાત કરી છે. બીજી તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ સમરસ થતી ગ્રામ પંચાયતોને રાજ્ય સરકારની ગ્રાન્ટ ઉપરાંત વધારાની 2.5 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે.ગુજરાત સરકારે પણ ગ્રામ પંચાયત સમરસ થાય તો પંચાયતોની વસ્તીના આધારે પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.
What's Your Reaction?






