Gujarat: ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભય ચુડાસમાનું રાજીનામુ
ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ રાજીનામુ આપ્યું. અભયસિંહ ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે. અભયસિંહ ચુડાસમાએ ઓક્ટોબરમાં વયનિવૃત્ત પહેલા જ રાજીનામું આપ્યું. આઈપીએસ અધિકારી હાલમાં કરાઈ પોલીસ શાળામાં પ્રીન્સિપાલ તરીકે કાર્યરત છે.પોલીસ બેડામાં એક જાણીતું નામઆઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાં પોલીસ બેડામાં એક જાણીતું નામ છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભયસિંહ ચુડાસમાની કામ કરવાની આગવી શૈલી હતી. આજે જ્યારે મોટાભાગ અધિકારીઓ સીસીટીવીના ભરોસે તમામ કામગીરી કરી રહ્યા છે ત્યારે આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું પોતાનુ આગવું નેટવર્ક હતું. પોતાના આ જ નેટવર્કના આધારે તેઓ ગુનેગારોને ધરતીના પેટાળમાંથી પણ શોધી કાઢતા. તેમને મળતી તમામ માહિતી સાચી અને સચોટ જ સાબિત થતી. અમદાવાદના ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિર પર થયેલ હુમલો આજે પણ લોકોને યાદ છે. અક્ષરધામ મંદિરને કેટલાક આંતકવાદીઓએ બાનમાં લીધું હતું. ત્યારે તેમનો ખાતમો બોલાવવાની જવાબદારી અભયસિંહને સોંપવામાં આવી હતી. અભયસિંહ ચુડાસમાએ પોતાના સાથીદારો એવા કોન્સ્ટેબલોની મદદથી ઓપરેશન પાર પાડ્યું અને અક્ષરધામ મંદિરને બચાવ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ રાજીનામુ આપ્યું. અભયસિંહ ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે. અભયસિંહ ચુડાસમાએ ઓક્ટોબરમાં વયનિવૃત્ત પહેલા જ રાજીનામું આપ્યું. આઈપીએસ અધિકારી હાલમાં કરાઈ પોલીસ શાળામાં પ્રીન્સિપાલ તરીકે કાર્યરત છે.
પોલીસ બેડામાં એક જાણીતું નામ
આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાં પોલીસ બેડામાં એક જાણીતું નામ છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભયસિંહ ચુડાસમાની કામ કરવાની આગવી શૈલી હતી. આજે જ્યારે મોટાભાગ અધિકારીઓ સીસીટીવીના ભરોસે તમામ કામગીરી કરી રહ્યા છે ત્યારે આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું પોતાનુ આગવું નેટવર્ક હતું. પોતાના આ જ નેટવર્કના આધારે તેઓ ગુનેગારોને ધરતીના પેટાળમાંથી પણ શોધી કાઢતા. તેમને મળતી તમામ માહિતી સાચી અને સચોટ જ સાબિત થતી. અમદાવાદના ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિર પર થયેલ હુમલો આજે પણ લોકોને યાદ છે. અક્ષરધામ મંદિરને કેટલાક આંતકવાદીઓએ બાનમાં લીધું હતું. ત્યારે તેમનો ખાતમો બોલાવવાની જવાબદારી અભયસિંહને સોંપવામાં આવી હતી. અભયસિંહ ચુડાસમાએ પોતાના સાથીદારો એવા કોન્સ્ટેબલોની મદદથી ઓપરેશન પાર પાડ્યું અને અક્ષરધામ મંદિરને બચાવ્યું.