Gujarat : કડી-વિસાવદર પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસ-ભાજપ ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે જેમાં ભાજપ, કોંગ્રેસ, AAP ઉપરાંત પ્રજા શક્તિ પાર્ટી મેદાને છે ત્યારે આજે કોંગ્રેસ-ભાજપ ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે, કોંગ્રેસ - ભાજપના ઉમેદવાર જાહેર કરવાના બાકી ત્યારે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.
પૂર્વ MLA ભુપત ભાયાણીએ ચૂંટણી લડવાની ના કહી
તો આ સમગ્ર ચૂંટણીને લઈ વાત કરીએ તો પૂર્વ MLA ભુપત ભાયાણીએ ચૂંટણી લડવાની ના કહી છે અને હર્ષદ રીબડીયાને BJP ટિકિટ આપે તેવી સંભાવના ઓછી સેવાઈ રહી છે તો કડીમાં ભાજપ કરશન સોલંકીના દીકરાને મેદાને ઉતારી શકે છે અને કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકીએ કરી છે દાવેદારી.
2 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે
આમ ઉક્ત બે વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીના સંદર્ભમાં તા.૨૯.૦૫.૨૦૨૫ના રોજ કોઈ પણ ઉમેદવારી પત્ર રજૂ થયેલ નથી તથા અત્યાર સુધી કુલ ૦૨ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે.ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈ જોઇ શકાશે. ઉમેદવારીપત્રો તા.૦૨.૦૬.૨૦૨૫ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી રજુ કરી શકાશે.
What's Your Reaction?






