Gujarat: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 62મો જન્મ દિવસ, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

ભૂપેન્દ્ર પટેલ 13 સપ્ટેમ્બર 2021થી મુખ્યમંત્રી પદે છે 2022ની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવી હતી અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 62મો જન્મ દિવસ છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં મુખ્યમંત્રી છે. ભૂપેન્દ્ર પટેલ 13 સપ્ટેમ્બર 2021થી મુખ્યમંત્રી પદે છે. જેમાં 2022ની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવી હતી. ત્યારે આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. 62માં જન્મદિવસ નિમિત્તે 62 હજાર છોડ રોપાશે 62માં જન્મદિવસ નિમિત્તે 62 હજાર છોડ રોપાશે. જેમાં પ્રદેશ અને શહેર સંગઠન દ્વારા ચોપડા વિતરણ કરાશે. તથા સોલા સિવિલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાશે. તેમજ ગોતાના વંદે માતરમ ખાતે વૃક્ષારોપણ કરાશે. તેમજ બોડકદેવમાં સિગ્નલ સ્કૂલના બાળકો વાલીઓનો હેલ્થ ચેકઅપ કરાશે. અને વસ્ત્રાપુર અંધજન મંડળના દિવ્યાંગ બાળકોને ભોજન,આંગણવાડી બાળકોને ફ્રૂટ વિતરણ સહિતના આયોજન આજે કરવામાં આવ્યા છે. જીવનનાં 62 વર્ષ પૂર્ણ કરીને 63 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યોગુજરાત રાજ્યનાં 17 માં અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે. તેમણે જીવનનાં 62 વર્ષ પૂર્ણ કરીને 63 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મુખ્યમંત્રીની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે તેમના પરિવારજનો સહિત ભાજપના નેતાઓ, અગ્રણીઓ અને રાજ્યની જનતા આતુર છે. ત્યારે મુખ્યમંત્રી પણ આજે દિવસભર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સેવાકાર્યો કરશે. સાથે જ લોકોની શુભેચ્છા અને અભિવાદન ઝીલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં આજનાં કાર્યક્રમોની વાત કરીએ તો આજે સવારે 8.30 કલાકે ગોતા ખાતે વંદે માતરમ ચાર રસ્તા પાસે AMC ના સફાઈ કામદાર બહેનોના હસ્તે વૃક્ષારોપણ કરશે. થલતેજનાં સાંઇ મંદિર ખાતે નિરાધાર લોકોને ભોજન પીરસશે ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 9 થી 9.30 કલાક દરમિયાન બોડકદેવ ખાતે સિગ્નલ સ્કૂલના બાળકો તેમજ તેમના માતા-પિતાનું હેલ્થ ચેકઅપ, આયુષ્યમાન કાર્ડ અને આધારકાર્ડ કેમ્પમાં ભાગ લેશે. સવારે 10 કલાકે સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરશે. ત્યાર બાદ સવારે 10.30 કલાકે વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને ભોજન પીરસશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 11 કલાકે મતવિસ્તારમાં આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ, ત્યાર બાદ ખોડિયાર ગામે સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ, ઘાટલોડિયામાં AMC સંચાલિત સ્કૂલનાં બાળકોને ચોપડા વિતરણ કરશે. ત્યાર બાદ સાંજે 7 કલાકે સોલા ભાગવત મંદિરમાં મહાઆરતી કરશે. ઉપરાંત, થલતેજનાં સાંઇ મંદિર ખાતે નિરાધાર લોકોને ભોજન પીરસશે.

Gujarat: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 62મો જન્મ દિવસ, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભૂપેન્દ્ર પટેલ 13 સપ્ટેમ્બર 2021થી મુખ્યમંત્રી પદે છે
  • 2022ની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવી હતી
  • અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 62મો જન્મ દિવસ છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં મુખ્યમંત્રી છે. ભૂપેન્દ્ર પટેલ 13 સપ્ટેમ્બર 2021થી મુખ્યમંત્રી પદે છે. જેમાં 2022ની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવી હતી. ત્યારે આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

62માં જન્મદિવસ નિમિત્તે 62 હજાર છોડ રોપાશે

62માં જન્મદિવસ નિમિત્તે 62 હજાર છોડ રોપાશે. જેમાં પ્રદેશ અને શહેર સંગઠન દ્વારા ચોપડા વિતરણ કરાશે. તથા સોલા સિવિલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાશે. તેમજ ગોતાના વંદે માતરમ ખાતે વૃક્ષારોપણ કરાશે. તેમજ બોડકદેવમાં સિગ્નલ સ્કૂલના બાળકો વાલીઓનો હેલ્થ ચેકઅપ કરાશે. અને વસ્ત્રાપુર અંધજન મંડળના દિવ્યાંગ બાળકોને ભોજન,આંગણવાડી બાળકોને ફ્રૂટ વિતરણ સહિતના આયોજન આજે કરવામાં આવ્યા છે.

જીવનનાં 62 વર્ષ પૂર્ણ કરીને 63 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો

ગુજરાત રાજ્યનાં 17 માં અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે. તેમણે જીવનનાં 62 વર્ષ પૂર્ણ કરીને 63 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મુખ્યમંત્રીની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે તેમના પરિવારજનો સહિત ભાજપના નેતાઓ, અગ્રણીઓ અને રાજ્યની જનતા આતુર છે. ત્યારે મુખ્યમંત્રી પણ આજે દિવસભર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સેવાકાર્યો કરશે. સાથે જ લોકોની શુભેચ્છા અને અભિવાદન ઝીલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં આજનાં કાર્યક્રમોની વાત કરીએ તો આજે સવારે 8.30 કલાકે ગોતા ખાતે વંદે માતરમ ચાર રસ્તા પાસે AMC ના સફાઈ કામદાર બહેનોના હસ્તે વૃક્ષારોપણ કરશે.

થલતેજનાં સાંઇ મંદિર ખાતે નિરાધાર લોકોને ભોજન પીરસશે

ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 9 થી 9.30 કલાક દરમિયાન બોડકદેવ ખાતે સિગ્નલ સ્કૂલના બાળકો તેમજ તેમના માતા-પિતાનું હેલ્થ ચેકઅપ, આયુષ્યમાન કાર્ડ અને આધારકાર્ડ કેમ્પમાં ભાગ લેશે. સવારે 10 કલાકે સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરશે. ત્યાર બાદ સવારે 10.30 કલાકે વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને ભોજન પીરસશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 11 કલાકે મતવિસ્તારમાં આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ, ત્યાર બાદ ખોડિયાર ગામે સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ, ઘાટલોડિયામાં AMC સંચાલિત સ્કૂલનાં બાળકોને ચોપડા વિતરણ કરશે. ત્યાર બાદ સાંજે 7 કલાકે સોલા ભાગવત મંદિરમાં મહાઆરતી કરશે. ઉપરાંત, થલતેજનાં સાંઇ મંદિર ખાતે નિરાધાર લોકોને ભોજન પીરસશે.