Gujarat: આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શુભ શરૂઆત, શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી

રામનાથ મહાદેવ મંદિર અને પંચનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ શ્રાવણ મહિનાની શરૂઆતમાં સોમવારનો દિવસ આવ્યો સોમવારના દિવસે દૂધ, બીલીપત્ર અને વિવિધ દ્રવ્યોનો શિવજીને અભિષેક આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઇ છે. જેમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. તેમાં રાજકોટના રામનાથ મહાદેવ મંદિર અને પંચનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ છે. શ્રાવણ મહિના અને સોમવારના દૂધ, બીલીપત્ર અને વિવિધ દ્રવ્યોના અભિષેક દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ભક્તો ભક્તિમાં લીન થયા છે. વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો શિવાલયમાં જોવા મળી વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો શિવાલયમાં જોવા મળી છે. જેમાં હર હર મહાદેવના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે. આજથી પવિત્ર શ્રાવણમાસની શરૂઆત થતા શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ સોમવારનો દિવસ આવ્યો છે. શ્રાવણિયા સોમવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના થાય છે. દૂધ,જળ,બીલીપત્ર, તલ અને પુષ્પોથી શિવજીની પૂજા થયા છે. વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવારનો વિશેષ સંયોગ છે.  AMTS દ્વારા ભક્તો માટે અનોખુ આયોજન કરવામાં આવ્યું આજથી શ્રાવણમાસની શરૂઆત થતા અમદાવાદમાં AMTS દ્વારા ભક્તો માટે અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં AMTS દ્વારા વિશેષ ધાર્મિક બસ શરૂ કરાઈ છે. તેમાં અલગ અલગ ત્રણ રૂટ પર આવેલ મંદિરોના દર્શન માટે બસ ફાળવવામાં આવી છે. તેમાં લાલ દરવાજા , સારંગપુર , વાડજ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ થશે. જેમાં ધાર્મિક બસ પ્રવાસમાં 8થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે. તેમાં નાગરિકોને ઘરેથી લઈને ઘરે AMTS બસ મૂકી જશે.

Gujarat: આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શુભ શરૂઆત, શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રામનાથ મહાદેવ મંદિર અને પંચનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ
  • શ્રાવણ મહિનાની શરૂઆતમાં સોમવારનો દિવસ આવ્યો
  • સોમવારના દિવસે દૂધ, બીલીપત્ર અને વિવિધ દ્રવ્યોનો શિવજીને અભિષેક

આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઇ છે. જેમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. તેમાં રાજકોટના રામનાથ મહાદેવ મંદિર અને પંચનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ છે. શ્રાવણ મહિના અને સોમવારના દૂધ, બીલીપત્ર અને વિવિધ દ્રવ્યોના અભિષેક દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ભક્તો ભક્તિમાં લીન થયા છે.

વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો શિવાલયમાં જોવા મળી

વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો શિવાલયમાં જોવા મળી છે. જેમાં હર હર મહાદેવના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે. આજથી પવિત્ર શ્રાવણમાસની શરૂઆત થતા શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ સોમવારનો દિવસ આવ્યો છે. શ્રાવણિયા સોમવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના થાય છે. દૂધ,જળ,બીલીપત્ર, તલ અને પુષ્પોથી શિવજીની પૂજા થયા છે. વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવારનો વિશેષ સંયોગ છે.

 AMTS દ્વારા ભક્તો માટે અનોખુ આયોજન કરવામાં આવ્યું

આજથી શ્રાવણમાસની શરૂઆત થતા અમદાવાદમાં AMTS દ્વારા ભક્તો માટે અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં AMTS દ્વારા વિશેષ ધાર્મિક બસ શરૂ કરાઈ છે. તેમાં અલગ અલગ ત્રણ રૂટ પર આવેલ મંદિરોના દર્શન માટે બસ ફાળવવામાં આવી છે. તેમાં લાલ દરવાજા , સારંગપુર , વાડજ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ થશે. જેમાં ધાર્મિક બસ પ્રવાસમાં 8થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે. તેમાં નાગરિકોને ઘરેથી લઈને ઘરે AMTS બસ મૂકી જશે.