Gujarat Weather: હિટવેવની આગાહી વચ્ચે આજથી રાજ્યનું તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધશે

May 11, 2026 - 07:30
Gujarat Weather: હિટવેવની આગાહી વચ્ચે આજથી રાજ્યનું તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના વિવિધ વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ વચ્ચે કચ્છના કંડલા એરપોર્ટ ખાતે સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી અને રાજકોટમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પ્રભાવ વધુ તીવ્ર રહ્યો હતો.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે.

ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

ભારતીય હવામાન વિભાગના અહેવાલ અનુસાર, અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું છે અને આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રવિવારે મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2.3 ડિગ્રી વધુ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 51 ટકા અને સાંજે 20 ટકા નોંધાયું હતું. વિભાગે શહેરમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની અને આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 43 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી

આ ઉપરાંત વડોદરામાં 43.9 ડિગ્રી, ગાંધીનગરમાં 42.9 ડિગ્રી અને સુરતમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ગરમ અને સૂકા પવનને કારણે દિવસભર ઉકળાટનો અનુભવ થયો હતો.વિભાગે કેટલાક વિસ્તારો માટે હીટવેવની ચેતવણી આપી લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા અને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. આઈએમડીના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. 17 મે સુધી સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: માંડલમાં લગ્ન પ્રસંગના લાઈવ કાર્યક્રમમાં સિંગર કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0