Gujarat Weather : રાજયમાં આજે કરા સાથે ભારે વરસાદ થવાની શકયતા
ગુજરાત હવામાન વિભાગે રાજયમાં ભર શિયાળે વરસાદની આગાહી કરી છે,જેમાં આજે રાજયમાં કરા સાથે ભારે વરસાદન થવાની આગાહી કરવામાં આવી છે.રાજયમાં પવનની ગતિ 40/50 કિમી પ્રતિકલાકની રહેશે.સાથે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજયમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને આગામી ત્રણથી ચાર દિવસ વાતાવરણમાં પલટો રહેશે અને વરસાદ થવાની શકયતાઓ પણ દેખાઈ રહી છે. જાણો આજે કયાં અપાઈ છે માવઠાની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાજયમાં કચ્છ, મોરબી,જામનગર, દ્વારકા, પોરબંદર,બનાસકાંઠા, સાબરકાંઠા,છોટાઉદેપુર,નર્મદા,પાટણ, મહેસાણા,અરવલ્લી,મહીસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,આવતીકાલે કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર,પંચમહાલ, દાહોદ,નર્મદા,તાપી,ડાંગ,નવસારી,વલસાડમાં માવઠાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ખેડૂતોએ તેમનો તૈયાર થયેલો પાક ખેતરમાં ખુલ્લો મૂકવો નહી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત માવઠાની સાથે સાથે રાજયમાં ઠંડીનો પણ ચમકારો જોવા મળ્યો છે.નલિયા 9.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.ભુજમાં 10.9 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી,અમરેલીમાં 13.6 ડિગ્રી, કેશોદમાં 12.7 ડિગ્રી,અમદાવાદમાં 18.6 ડિગ્રી,ગાંધીનગરમાં 17.8 ડિગ્રી,પોરબંદરમાં 14.6 ડિગ્રી, ડિસામાં 15.3 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 15.4 ડિગ્રી, મહુવામાં 15.5 ડિગ્રી,વેરાવળમાં 15.8 ડિગ્રી, દ્વારકામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરના સમયે ગરમી પણ પડી શકે છે ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -