Gujarat Weather News: રાજ્યમાં ઉનાળા જેવી ગરમી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યારે ખાબકશે વરસાદ?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ઉનાળા જેવી આકરી ગરમી અનુભવાઈ રહી છે.ઉત્તર પશ્ચિમી સૂકા પવનોના કારણે રાજ્યનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ડીસા અને ભુજમાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટમાં 39 ડિગ્રી તથા અમદાવાદ, નલિયા અને કેશોદમાં 38 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો અકળાઈ ઉઠ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી 19 ઓક્ટોબરના રોજ ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે. જેના પગલે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, દમણ અને દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉનાળા જેવી ગરમીનો વર્તારો શરૂ થયો
અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાની વિદાય અને શિયાળાનો પ્રારંભ થાય એ પહેલાં ઉનાળા જેવી ગરમીનો વર્તારો શરૂ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી બપોરના સમયે ચામડી દઝાડતી ગરમી પડી રહી છે.અમદાવાદમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્ય કરતાં અઢી ડિગ્રી જેટલું વધુ નોંધાતાં લોકો અકળાયા છે. રાજ્યના ૭ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર નોંધાયો છે, જેમાં સૌથી વધુ ડીસામાં 40.2 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી, રાજકોટમાં 39.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39.3 ડિગ્રી, કેશોદમાં 38.3 ડિગ્રી અને નલિયામાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઓક્ટોબર મહિનાની ગરમીએ છેલ્લા 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો
અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનાની ગરમીએ છેલ્લા 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું હતું. આ પહેલાં છેલ્લા 16 વર્ષમાં સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ 6 ઓક્ટોબર-2017ના રોજ નોંધાયો હતો. જ્યારે તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ઓક્ટોબર મહિનામાં ઓલ ટાઇમ રેકોર્ડબ્રેક ગરમી વર્ષ-1920માં પડી હતી. 5 ઓક્ટોબર-1920ના દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 42.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે એપ્રિલ મહિના જેવી ગરમીનો અહેસાસ કરાવતો હતો.
આ પણ વાંચોઃ Kheda News: ડાકોરમાં નવરાત્રીની મધરાત્રે બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ, એક મહિલા સહિત 9 લોકો ઈજાગ્રસ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

