Gujarat Weather News: રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય છતાં વરસાદની ખેંચ, ભર ચોમાસે ગરમીનો અહેસાસ

Sep 2, 2026 - 08:30
Gujarat Weather News: રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય છતાં વરસાદની ખેંચ, ભર ચોમાસે ગરમીનો અહેસાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદી માહોલ જામતો હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાની સીઝનમાં નાગરિકો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે અને લોકોએ ભર ચોમાસે પણ ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ કરવો પડશે.ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં જ તાપમાનનો પારો ઊંચકાતા ચોમાસામાં ગરમીનો નવો રેકોર્ડ સર્જાયો છે.

ગરમીનો પારો 36 ડિગ્રીને પાર

હવામાન વિભાગના આંકડા અનુસાર,સપ્ટેમ્બરના પ્રારંભે જ રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. ભાવનગરમાં તાપમાનનો પારો મહત્તમ 36.2 ડિગ્રી નોંધાયો છે જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે.આ સિવાય અમદાવાદ અને કંડલામાં તાપમાન 35 ડિગ્રી જ્યારે ભુજ,વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા બપોરના સમયે રસ્તાઓ પર સુમસામ ભાસતો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ઉકળાટ વધતાં જનજીવન પ્રભાવિત થયું છે.

4 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં 4 જેટલી અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ તે અત્યંત નબળી હોવાના કારણે માત્ર હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી શકે તેમ છે. આ સિસ્ટમો ગરમી અને બફારામાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ નીવડી છે.અલ નીનોની ગંભીર અસરને કારણે વાતાવરણમાં ભેજ અને તાપમાનનું સંતુલન બગડ્યું છે જેના લીધે ચોમાસાના મધ્ય તબક્કામાં પણ વરસાદની ભારે ઘટ યથાવત રહી છે.આગામી દિવસોમાં પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો થવાની શક્યતા દેખાતી નથી. સપ્ટેમ્બર મહિનામાં અતિ ભારે કે મૂસળધાર વરસાદ પડે તેવી શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે. ખેડૂતો અને સામાન્ય જનતાએ સંતોષકારક વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે. 

આ પણ વાંચોઃ Petrol Diesel Price: ઈંધણના વિન્ડફોલ ટેક્સમાં વધારો, રોજિંદા ભાવમાં કોઈ અસર નહીં, દિલ્હીમાં ઈંધણના દર યથાવત



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0