Gujarat Weather News: ગરમીની અસર વચ્ચે અનુભવાયો ઠંડીનો ચમકારો, નલીયા કરતા અમરેલી સૌથી ઠંડુ શહેર બન્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગની આગાહી અનુસાર 31 ઓક્ટોબર 2026 સુધી ગુજરાત રાજ્ય,સૌરાષ્ટ્ર-કચ્છી તેમજ દીવ,દમણ અને દાદરા તથા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.આગામી 5 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.પરંતુ ત્યારપછીના દિવસોમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 અને લઘુત્તમ 21.1 ડિગ્રી નોંધાયું હતું. દિવસે ગરમી અને રાત્રે ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છના આઠ શહેરોમાં ઠંડીનો ચમકારો
સૌરાષ્ટ્ર-કચ્છના આઠ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ગગડી 20 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે.જ્યારે અમરેલીમાં પ્રથમવાર ઠંડીનો પારો 18 ડિગ્રીની આસપાસ પહોંચી જતા અમરેલીવાસીઓએ ઠંડીનો ચમકારો અનુભવ્યો છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે અને રાત્રે ઠંડીનો માહોલ છવાઈ રહ્યો છે.નલીયામાં ઠંડીનો પારો 19.2, જામનગરમાં 20, મહુવામાં 20, જૂનાગઢ-કેશોદમાં20.3, પોરબંદરમાં 20.6, ભાવનગરમાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.સિઝનમાં એક સાથે આઠ શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે. અમરેલીમાં એક જ રાતમાં ઠંડીનો પારો 4 ડિગ્રી ઘટી ગયો છે.
ઉત્તરના પવનો ફૂંકાતા આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે
સુરતની વાત કરીએ તો, બપોરના સમયે કાળઝાળ ગરમી અને રાત્રિના સમયે તાપમાન ઘટતાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.વીતેલા 72 કલાકના હવામાન વિભાગના આંકડાઓ પર નજર કરીએ તો તાપમાનના પારામાં ક્રમશઃ ઘટાડો નોંધાયો છે.જેના કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિ અને વહેલી સવારે હળવી ઠંડીનો ચમકારો વર્તાવવા લાગ્યો છે.ઉપરાંત ઉત્તરના પવનો ફૂંકાતા આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.બીજી તરફ હવામાન વિભાગે 26મી ઓક્ટોબરથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે. 24 ઓક્ટોબરે તાપમાનમાં વધુ ઘટાડો થતાં મહત્તમ પારો ઘટીને 36.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર આવી પહોંચ્યું છે.આમ ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 1.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News:શહેરમાં 9 મહિનામાં કૂતરાં કરડવાના 65313 કેસ નોંધાયા, ખસીકરણ પાછળ 7 વર્ષમાં 18 કરોડનું આંધણ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

