Gujarat Weather News: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી, 25 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે

Apr 21, 2026 - 10:30
Gujarat Weather News: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી, 25 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચૂંટણીના માહોલ વચ્ચે આગામી સાત દિવસ એટલે કે 27મી એપ્રિલ સોમવાર સુધી પારો 43 ડિગ્રી રહેવાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે. બીજી તરફ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માવઠાની શક્યતાઓ વચ્ચે ગરમીમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 26 એપ્રિલે તાપમાન 43 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. આકરી ગરમીની વચ્ચે મતદાન યોજાશે. મતદારોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

માવઠાને લઇ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ થઈ શકે છે. વલસાડ અને દમણમાં પણ વરસાદની શક્યતાઓ છે. દાદરા અને નગર હવેલીમાં પણ માવઠું થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ વરસાદની શક્યતા છે. અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.

ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે

હવામાન વિભાગની આગાહી મુજબ 25 અને 26 એપ્રિલ દરમિયાન ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેટલિયો લેબ્સના સહયોગથી આધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરના હોટસ્પોટ વિસ્તારો તારવવામાં આવ્યા છે. સેટેલાઈટ દ્વારા મેળવેલા લેન્ડ સફેસ ટેમ્પરેચરના આધારે 30x30 મીટરના પિકસેલ સ્તરે વિશ્લેષણ કરી કુલ 76 જેટલા મુખ્ય હોટસ્પોટ્સ નક્કી કરાયા છે.નાગરિકોની સુવિધા માટે AMCની સાઈટ પર QR કોડ અને લિંક પણ જાહેર કરવામાં આવી છે. જેના પરથી દર ત્રણ દિવસે અપડેટ મેળવી શકાશે.

આ પણ વાંચોઃ Mehsana News: મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, કોઈ આ મુદ્દે બોલશે તો કાયદેસરની કાર્યવાહી થશે: સિંગર કાજલ મહેરિયા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0