Gujarat Weather News: આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડિપ્રેશન સક્રિય થતાં હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે ડિપ્રેશન સક્રિય થતાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આગામી 9 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે
આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદ, સુરેન્દ્રનગર અને ખેડામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 23 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. માછીમારોને ભારે વરસાદને કારણે દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 9 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે.
What's Your Reaction?






