Gujarat Weather News: આ વિસ્તારમાં આજથી બે દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાને કારણે ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે.આ સંભવિત ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સમયમાં દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં 17 અને 18મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
ફરી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે
હવામાન વિભાગે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સાથે મહત્તમ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે.બુધવારે વરસાદની ગેરહાજરી વચ્ચે મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ વધી 31.5 ડિગ્રીએ પહોંચ્યું હતું.બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની સપાટી 333.65 ફૂટે નોંધાઈ હતી.જ્યારે બુધવારે બપોરે 12 વાગ્યા બાદ ડેમમાં પાણીની આવક બંધ થઈ ગઈ હતી.અરબ સાગરમાં સૌરાષ્ટ્ર તરફ સર્જાયેલા લો પ્રેશરની સાથે મોન્સૂન ટ્રફને કારણે આગામી બે દિવસ ફરી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે છે.
ભેજનું પ્રમાણ 92 ટકા અને સાંજે 80 ટકા રહ્યું
ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.આ સાથે જ મહત્તમ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.વીતેલા ત્રણેક દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જેને કારણે તાપમાનનો પારો પણ ઘટી ગયો હતો.જોકે, આજરોજ મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી વધી 18 ડિગ્રીથી 31.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું.જ્યારે રાત્રીનો પારો 24.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આ સાથે જ સવારે ભેજનું પ્રમાણ 92 ટકા અને સાંજે 80 ટકા રહ્યું હતું.જ્યારે પવનની ઝડપ પ્રતિકલાક સરેરાશ 9 કિલોમીટરની રહી હતી.વરસાદના જોરથી ગણેશ ભક્તોની ભવ્ય યાત્રા નીકળવાની મનસા ઠેકઠેકાણે મનમાં જ રહી ગઈ ત્યારે હવે આ ઉત્સવ દરમિયાન વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના વચ્ચે આગામીથી ગણેશ ભક્તોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

