Gujarat Weather News : 24 કલાકમાં 49 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આજે બપોરે ત્રણ વાગ્યા સુધી માવઠાની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. મંગળવાર દિવસ દરમિયાન રાજ્યના કુલ 49 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના હવામાનમાં પલટો આવતા ગઈકાલ સવારથી જ અનેક વિસ્તારોમાં આકાશ વાદળછાયું જોવા મળ્યું હતું, ત્યારબાદ બપોરના સમયે વરસાદની શરૂઆત થઈ હતી. આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થઈ જશે. બપોર સુધીમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.
સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના સાઠંબામાં નોંધાયો
SEOCના ડેટા મુજબ, રાજ્યમાં સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના સાઠંબામાં 2.13 ઈંચ નોંધાયો છે. ત્યારપછી ગાંધીનગરના માણસામાં 1.91 ઈંચ અને અરવલ્લીના બાયડ તાલુકામાં1.38 ઈંચ વરસાદ ખાબક્યો છે. પંચમહાલના શહેરામાં 1.3 ઈંચ અને મહેસાણાના વિજાપુરમાં 1.06 ઈંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જિલ્લાવાર પરિસ્થિતિ પર નજર કરીએ તો સાબરકાંઠાના તલોદ અને હિંમતનગરમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જ્યાં અનુક્રમે 26 મીમી અને 24 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના મોરવા હડફમાં પણ 24 મીમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સિવાય દાહોદ, મહીસાગર, આણંદ, મહેસાણા અને ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડ્યા છે.
વરસાદી માહોલ ઓસરી જશે
રાજ્યમાં કુલ 49 તાલુકાઓમાંથી ઘણા વિસ્તારોમાં 1 થી 10 મીમી સુધીની નજીવી હાજરી રહી છે, જ્યારે પાટણ, ભરૂચ અને આણંદ જિલ્લાના પણ કેટલાક તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં 8મી એપ્રિલની સવાર બાદ વરસાદી માહોલ ઓસરી જશે અને વાતાવરણ ફરી એકવાર શુષ્ક બનશે. જોકે, આ રાહત લાંબો સમય નહીં ટકે, કારણ કે ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીના વધારાની આગાહી કરી છે. ખાસ કરીને ૧૧મી એપ્રિલથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે લોકોએ ભારે અકળામણનો સામનો કરવો પડશે. આગામી સપ્તાહમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાના સંકેતો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad : ફતેવાડીમાં યુવકે માતા અને પત્ની પર છરીથી કર્યો જીવલેણ હુમલો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

