Gujarat Weather News: 17 ઓક્ટોબર સુધી આકરી ગરમીની શક્યતા, તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હાલ શિયાળાની મોસમ શરૂ થવાની આરે હોવા છતાં વાતાવરણમાં પલટો આવતા ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી 13થી 17 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ગરમીનું જોર વધુ વધવાની અને તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જવાની શક્યતા છે.ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવાના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને બફારા સાથે પ્રચંડ ગરમીનો વર્તારો જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન
રાજ્યભરમાં નોંધાયેલા તાપમાનના આંકડા પર નજર કરીએ તો,હાલ રાજકોટમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે.આ ઉપરાંત પોરબંદર અને ડીસામાં પણ પારો 38 ડિગ્રી સુધી પહોંચી ગયો છે,જ્યારે ભુજ અને વેરાવળ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 38 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. બપોરના સમયે કાળઝાળ ગરમી અને તડકાના કારણે નાગરિકો અકળામણ અનુભવી રહ્યા છે.
દિવસ દરમિયાન તડકો અને હવામાન ચોખ્ખું રહેશે
આ અસહ્ય અને ઉનાળા જેવી આકરી ગરમીના કારણે લોકોના દૈનિક જીવન અને કામકાજ પર પણ માઠી અસર પડી રહી છે.આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના હોવાથી હવામાન વિભાગ દ્વારા બપોરના સમયે ઘરની બહાર નીકળતી વખતે જરૂરી સાવચેતી રાખવા અને તકેદારીના પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે.ગુજરાતમાં દિવસ દરમિયાન તડકો અને હવામાન ચોખ્ખું રહેશે. મહત્તમ તાપમાન 37°C અને લઘુત્તમ તાપમાન 26°C રહેવાની શક્યતા છે. ઉત્તર દિશામાંથી પ્રતિ કલાકે 2 માઈલની ઝડપે પવન ફૂંકાશે અને ભેજનું પ્રમાણ 47% ની આસપાસ રહેશે. જ્યારે વરસાદની કોઈ જ શક્યતા નથી.
આ પણ વાંચોઃ Jamnagar: લાલપુરમાં GEB ના નિવૃત્ત અધિકારીની કરપીણ હત્યા, ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

