Gujarat Weather News: રાજ્યના ચાર ઝોનમાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્ર ઝોન હજી સેન્ચ્યુરીથી દૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે.દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદની શક્યતાઓ છે. આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો
આજે રાજકોટના ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઈસરા ગામમાં વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ભાવનગરના મહુવા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભાદ્રોડ ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ હતી. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાધકડા ગામમાં નદીમાં પૂર આવતા નવા નીરની આવક થઈ હતી. અમરેલીમાં સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતાં. વરસાદથી કપાસ ,બાજરી, મગફળી, મગ, અડદ, જુવાર અને મકાઈ સહિતના પાકોને ફાયદો થશે. છોટા ઉદેપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબકતાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. સાપુતારામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું
ગીરી મથક સાપુતારામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદને કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગીર સોમનાથના ઉનામાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં સિઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં આજની તારીખ સુધીમાં 108 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં વરસાદે સેન્ચ્યૂરી પૂરી કરી છે. ઉત્તર ગુજરાતમાં 118.72, કચ્છમાં 135.95, મધ્ય પૂર્વમાં 110.11, સૌરાષ્ટ્રમાં 93.55 અને દક્ષિણ ગુજરાતમાં 111.36 ટકા વરસાદ ખાબક્યો છે.
What's Your Reaction?






