Gujarat Weather News: ઓક્ટોબરનાં મધ્યમાં ઠંડી ગાયબ, નવ શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સામાન્ય રીતે નવરાત્રિના પ્રારંભ સાથે કે ઓક્ટોબરના મધ્ય સુધીમાં વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થઈ જતો હોય છે.પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં ઠંડી હજુ સુધી ગાયબ છે. તેના બદલે રાજ્યના 09 થી વધુ શહેરોમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ગરમી 40.6 ડિગ્રી સાથે રાજકોટ ટોપ પર જ્યારે ભૂજમાં 39 અને અમદાવાદમાં 38.01 ડિગ્રી ગરમી નોંધાઈ રહી છે.

નવરાત્રિ પુરી થવા છતાંય ઠંડીની અસર અનુભવાતી નથી.
વધતી જતી ગરમી તથા ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને નવરાત્રિ શરૂ થયા પહેલા જ આંશિક ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે જો કે આ વખતે નવરાત્રિ પુરી થવા છતાંય ઠંડીની અસર અનુભવાતી નથી તેનાથી વિપરિત રાજ્યના અનેક શહેરો તપી રહ્યાં છે.સૌથી મહત્વની વાત તો એ છે કે રાજ્યનું સૌથી ઓછું તાપમાન કચ્છ જીલ્લાના નલિયામાં નોંધાતું હોય છે. જો કે અહિયા પણ નવાઈની વચ્ચે તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે.આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે એટલે હજુ પણ ઠંડી શરૂ થવાના કોઈ આસાર નથી. જ્યારે બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

ભૌગોલિક અને વૈજ્ઞાનિક કારણો જવાબદાર
શિયાળાની ઋતુના આગમનમાં થયેલા આ વિલંબ પાછળ હવામાન નિષ્ણાતોએ કેટલાક ચોક્કસ ભૌગોલિક અને વૈજ્ઞાનિક કારણો જવાબદાર ગણાવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસાની વિદાય સામાન્ય કરતા મોડી થઈ હતી અને વાતાવરણમાં હજુ પણ ભેજનું પ્રમાણ જળવાઈ રહ્યું છે. જમીન અને હવામાં ભેજ વધુ હોવાના કારણે સૂર્યના કિરણો સીધા જમીનને તપાવે છે, જેથી મહત્તમ તાપમાન ઊંચું રહે છે અને બફારો અનુભવાય છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ, ઓક્ટોબરના અંત અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહથી ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રારંભ થતાં જ ગુજરાતમાં પણ રાત્રિના તાપમાનમાં ક્રમશઃ ઘટાડો નોંધાશે અને ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થશે.
આ પણ વાંચોઃ Mumbai : ટાઈગર શ્રોફ પર ગોળીબાર કેસમાં નવો વળાંક, હુમલાખોરો કોઈ અન્ય અગ્રણી વ્યક્તિને ટાર્ગેટ કરવા આવ્યા હોવાનો દાવો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

