Gujarat Weather: રાજ્યમાં હવામાન બદલાતા કાતિલ ઠંડીથી લોકોને રાહત

Jan 21, 2025 - 09:00
Gujarat Weather: રાજ્યમાં હવામાન બદલાતા કાતિલ ઠંડીથી લોકોને રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં હવામાન બદલાતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. ઉત્તરાયણ બાદ તેજ અને ઠંડા પવનોની ગતિ ધીમી પડતા લોકોને કાતિલ ઠંડીથી છુટકારો મળશે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનું પ્રમાણ ઘટયું છે. સપ્તાહની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવતા સવારે અને રાતે ઠંડી તો બપોરે સાધારણ ગરમી જોવા મળી.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઊંચકાયું છે. અને તેના કારણે જ રાજ્યમાં જુદા-જુદા સ્થાનો પર તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. 

  • નલિયામાં સૌથી ઓછું 10.5 ડિગ્રી તાપમાન
  • કંડલામાં 13.5 ડિગ્રી, ભુજમાં 13.6 ડિગ્રી
  • પોરબંદરમાં 14.3 ડિગ્રી, કેશોદમાં 15.0 ડિગ્રી
  • અમદાવાદમાં 17, ગાંધીનગરમાં 16.7 ડિગ્રી
  • રાજકોટમાં 15.2 ડિગ્રી, અમરેલીમાં 15.4 ડિગ્રી
  • ડીસામાં 16.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.2 ડિગ્રી
  • વલ્લભ વિદ્યાનગરમાં 17.2 ડિગ્રી તાપમાન

રાજ્યમાં અત્યારે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરમાં ઠંડીમાં ઘટાડો થયો છે. જ્યારે દાતા અને ગિરનાર જેવા પહાડી વિસ્તારોમાં હજુ પણ ઠંડીનો માહોલ છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને પગલે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડીનું પ્રમાણ ઘટયું છે. પરંતુ આગામી દિવસોમાં ફરી પાછી ઠંડીનો પારો ઉચકાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ બે દિવસ બાદ કાતિલ ઠંડીનો વધુ એક દોર શરૂ થશે. ઉત્તરીય ભારતમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે.

વાતાવરણમાં આવ્યો પલટો

હિમવર્ષાના કારણે ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો ગુજરાતમાં ફરી પાછો ઠૂંઠવાતી ઠંડીનો રાઉન્ડ શરૂ કરશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહિનાના અંતમાં ભારતના ઉત્તરભાગમાં હિમવર્ષા તો દક્ષિણ ભાગમાં વરસાદ જોવા મળી શકે. ઉત્તર અને દક્ષિણમાં બદલાતા હવામાનની ગુજરાત પર પણ અસર થશે. મહિનાના અંતમાં રાજ્યમાં અનેક સ્થાનો પર માવઠું જોવા મળી શકે.

ગત સપ્તાહના અંતમાં અમદાવાદમાં 16.0,ગાંધીનગર 15.5 ડિગ્રી, ડીસા 12.8 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 15.8 ડિગ્રી, વડોદરા 16.2 ડિગ્રી, સુરત 20.2 ડિગ્રી, ભુજ 12.4 ડિગ્રી ,કંડલા 12.6 ડિગ્રી, દ્વારકા 16.2 ડિગ્રી , ઓખા 19.3 ડિગ્રી, પોરબંદર 12.8 ડિગ્રી, વેરાવળ 17.0 ડિગ્રી, રાજકોટ 12.4 ડિગ્રી , સુરેન્દ્રનગર 15.4 ડિગ્રી, મહુવા 15.9 15.7 , કેશોદ 12.7 ડિગ્રી, ભાવનગર 15.8 ડિગ્રી અને અમરેલીમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0