Gujarat Weather: રાજ્યમાં ફરીવાર માવઠાનું સંકટ! ઉ.ગુજરાત, બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી

Jan 11, 2025 - 14:00
Gujarat Weather: રાજ્યમાં ફરીવાર માવઠાનું સંકટ! ઉ.ગુજરાત, બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચોનીચો થઈ રહ્યો છે. શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતું શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ છે. જેથી લોકોને રાહત અનુભવાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે. તો બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. ઉત્તરાયણ બાદ ઠંડી ઘટવાની હવામાન ખાતાની આગાહી છે.   

વાતાવરણ અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે,રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે. ઉ.ગુજરાત,બનાસકાંઠામાં હળવા વરસાદ રહેશે. સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે જેને લઇ મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે. રાજ્યમાં પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી

  • રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી
  • સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી
  • ઉ.ગુજરાત,બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી
  • સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું
  • મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું
  • રાજ્યમાં પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની

11 અને 12 જાન્યુઆરીની વચ્ચે તાજી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટ બનાવે છે. જેના કારણે ઉત્તર-પૂર્વ આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. વિષુવ વૃત્તીય હિંદ મહાસાગર, બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે. ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ પણ રચાયું છે. તાજા હવામાનની અસરને કારણે આસામમાં 12 જાન્યુઆરી સુધી છૂટાછવાયા કરા પડી શકે છે. પશ્ચિમ ભારતમાં હળવા, મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0