Gujarat Weather: રાજ્યમાં ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ, ઠંડીમાં ચમકારો
રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2-3 ડિગ્રી ઊંચકાયું. નલિયા 7.9 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર. અમદાવાદ 17.8 ડિગ્રી, ગાંધીનગર 17.1 ડિગ્રી સાથે ઠંડુ શહેર. વડોદરા 19.8 ડિગ્રી, રાજકોટ 12.4 ડિગ્રી નોંધાયું. પોરબંદર 12.8 ડિગ્રી, મહુવા 17.1 ડિગ્રી નોંધાયું. ડીસા 16.3 ડિગ્રી, વેરાવળ 16.7 ડિગ્રી, દ્વારકા 16.0 ડિગ્રી, સુરત 20.2 ડિગ્રી નોંધાયું. કેશોદ 12.4 ડિગ્રી , અમરેલી 14.2 ડિગ્રી નોંધાયું. સુરેન્દ્રનગર 14.5 ડિગ્રી, ભાવનગર 18.8 ડિગ્રી નોંધાયું. ઉત્તર ગુજરાતમાં સોમવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ-રાતનું તાપમાન પોણા 4 ડિગ્રી સુધી ઘટ્યું હતું. જેને લઇ ઠંડીનું જોર સામાન્ય વધ્યું હતું. મહેસાણામાં 14.9 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. વાદળાંના કારણે સવારે 80% ભેજના કારણે ગાઢ ધુમ્મસછાયું વાતાવરણ રહ્યું હતું. બપોરે પણ 50% ભેજ રહેવાના કારણે આખો દિવસ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. 48 કલાક બાદ દિવસ-રાતના તાપમાન લગભગ એકસરખું થતાં ડિસેમ્બર અંત સુધી 24 કલાક વાતાવરણ ઠંડુગાર રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 28 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 48 કલાક સુધી તાપમાનમાં સામાન્ય વધ-ઘટ થવાની શક્યતા છે. 26 થી 28 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાંની આગાહીને પગલે માર્કેટયાર્ડોને અનાજ પલળી ન જાય તેનું ધ્યાન રાખવા સૂચના અપાઈ બનાસકાંઠા ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં 26 થી 28 ડીસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી રહેલી છે. જેના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખૂલ્લામાં રાખવામાં આવેલું અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદથી પલડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલડી ન જાય તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. દિવસનું તાપમાન 2 ડિગ્રી અને રાત્રીનું તાપમાન પોણા 4 ડિગ્રી સુધી ઘટ્યું ઉ.ગુ.માં ઠંડીની સ્થિતિ મહેસાણા 14.9 ડિગ્રી પાટણ 16.1 ડિગ્રી ડીસા 16.3 ડિગ્રી હિંમતનગર 14.5 ડિગ્રી મોડાસા 15.3 ડિગ્રી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2-3 ડિગ્રી ઊંચકાયું. નલિયા 7.9 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર. અમદાવાદ 17.8 ડિગ્રી, ગાંધીનગર 17.1 ડિગ્રી સાથે ઠંડુ શહેર. વડોદરા 19.8 ડિગ્રી, રાજકોટ 12.4 ડિગ્રી નોંધાયું. પોરબંદર 12.8 ડિગ્રી, મહુવા 17.1 ડિગ્રી નોંધાયું. ડીસા 16.3 ડિગ્રી, વેરાવળ 16.7 ડિગ્રી, દ્વારકા 16.0 ડિગ્રી, સુરત 20.2 ડિગ્રી નોંધાયું. કેશોદ 12.4 ડિગ્રી , અમરેલી 14.2 ડિગ્રી નોંધાયું. સુરેન્દ્રનગર 14.5 ડિગ્રી, ભાવનગર 18.8 ડિગ્રી નોંધાયું.
ઉત્તર ગુજરાતમાં સોમવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ-રાતનું તાપમાન પોણા 4 ડિગ્રી સુધી ઘટ્યું હતું. જેને લઇ ઠંડીનું જોર સામાન્ય વધ્યું હતું. મહેસાણામાં 14.9 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. વાદળાંના કારણે સવારે 80% ભેજના કારણે ગાઢ ધુમ્મસછાયું વાતાવરણ રહ્યું હતું. બપોરે પણ 50% ભેજ રહેવાના કારણે આખો દિવસ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. 48 કલાક બાદ દિવસ-રાતના તાપમાન લગભગ એકસરખું થતાં ડિસેમ્બર અંત સુધી 24 કલાક વાતાવરણ ઠંડુગાર રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 28 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 48 કલાક સુધી તાપમાનમાં સામાન્ય વધ-ઘટ થવાની શક્યતા છે. 26 થી 28 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા છે.
માવઠાંની આગાહીને પગલે માર્કેટયાર્ડોને અનાજ પલળી ન જાય તેનું ધ્યાન રાખવા સૂચના અપાઈ
બનાસકાંઠા ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં 26 થી 28 ડીસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી રહેલી છે. જેના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખૂલ્લામાં રાખવામાં આવેલું અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદથી પલડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલડી ન જાય તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
દિવસનું તાપમાન 2 ડિગ્રી અને રાત્રીનું તાપમાન પોણા 4 ડિગ્રી સુધી ઘટ્યું
ઉ.ગુ.માં ઠંડીની સ્થિતિ
મહેસાણા 14.9 ડિગ્રી
પાટણ 16.1 ડિગ્રી
ડીસા 16.3 ડિગ્રી
હિંમતનગર 14.5 ડિગ્રી
મોડાસા 15.3 ડિગ્રી