Gujarat Weather : રાજયમાં આજે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ
રાજયમાં ભરશિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.છોટાઉદેપુર,નર્મદા,ડાંગ,તાપીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયું વાતાવરણ રહેશે સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ધુમ્મસ જોવા મળશે. રાજયમાં ઠંડીમાં આંશિક ઘટાડો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે,હવામાન વિભાગના આંકાડા પ્રમાણે વાત કરવામાં આવે તો નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે,ભુજમાં 11.8 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી,ગાંધીનગરમાં 18.5 ડિગ્રી, અમદાવાદમાં 19.3 ડિગ્રી,અમરેલીમાં 13.8 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી,ડીસામાં 16.1 ડિગ્રી, પોરબંદરમાં 16.4 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 15.8 ડિગ્રી, મહુવામાં 16.3 ડિગ્રી,દ્વારકામાં 17.2 ડિગ્રી, ભાવનગરમાં 17.4 ડિગ્રી,વડોદરામાં 20.2 ડિગ્રી, સુરતમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં 24 કલાક માટે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી, અમદાવાદ,ગાંધીનગર, બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા,ખેડા, આણંદ, અરવલ્લી,પંચમહાલ, દાહોદ, મહીસાગર,દમણ, દાદરનાગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.સાયકોનિક સર્ક્યુલેશન અને ટ્રક પસાર થતો હોવાથી વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે. બપોરના સમયે ગરમી પણ પડી શકે છે ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયમાં ભરશિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.છોટાઉદેપુર,નર્મદા,ડાંગ,તાપીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયું વાતાવરણ રહેશે સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ધુમ્મસ જોવા મળશે.
રાજયમાં ઠંડીમાં આંશિક ઘટાડો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે,હવામાન વિભાગના આંકાડા પ્રમાણે વાત કરવામાં આવે તો નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે,ભુજમાં 11.8 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી,ગાંધીનગરમાં 18.5 ડિગ્રી, અમદાવાદમાં 19.3 ડિગ્રી,અમરેલીમાં 13.8 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી,ડીસામાં 16.1 ડિગ્રી, પોરબંદરમાં 16.4 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 15.8 ડિગ્રી, મહુવામાં 16.3 ડિગ્રી,દ્વારકામાં 17.2 ડિગ્રી, ભાવનગરમાં 17.4 ડિગ્રી,વડોદરામાં 20.2 ડિગ્રી, સુરતમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં 24 કલાક માટે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી, અમદાવાદ,ગાંધીનગર, બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા,ખેડા, આણંદ, અરવલ્લી,પંચમહાલ, દાહોદ, મહીસાગર,દમણ, દાદરનાગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.સાયકોનિક સર્ક્યુલેશન અને ટ્રક પસાર થતો હોવાથી વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે.
બપોરના સમયે ગરમી પણ પડી શકે છે
ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.