Gujarat Rain: વડોદરામાં સફાઈ કામદારોને AMCની કોટી પહેરાવી, કર્યો ભ્રષ્ટાચાર!
સફાઈ અભિયાનમાં યુવકોને લાલચ અપાઈઃ સ્વેજલ યુવકોને 500 રૂપિયાની લાલચ અપાઈઃ સ્વેજલ નોકરીની તકો મળશેની પણ અપાઈ લાલચઃ સ્વેજલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરની પરિસ્થિતિ બાદ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ અને સુરતથી ટીમો બોલાવી હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું. વડોદરાના છોકરાઓને 500 રૂપિયાની લાલચ આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોટી પહેરાવી હતી. સામાજિક કાર્યકરે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ તમામ યુવકોને ભવિષ્યમાં નોકરીની તકો મળશે તેમ કહી બોલાવ્યા હતા સફાઈ અભિયાનમાં સવારથી પરશુરામ ભઠ્ઠામાં AMCની કોટીઓ પહેરાવી સફાઈ કરાવી હતી. યુવકોને નોકરીમાં તક નહીં મળે તેવી જાણ થતા જ તમામે કામ પડતું મૂક્યું હતું. તમામે કોર્પોરેશનના સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી હતી. વડોદરાના સફાઈ કર્મચારીઓને AMCની કોટી પહેરાવી વડોદરામાં જ રહેતા સફાઈ કામદારોને વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સફાઈ માટે બોલાવવામાં આવ્યા હતા. અને સફાઈ કામદારોને સરકારી નોકરી આપવામાં આવશે તેમજ કરેલી કામગીરીનું મહેનતાણું અને જમવાનું આપવામાં આવશે તેમ કહીને બોલાવ્યા હતા. સફાઈ કામદારો કામે લાગતા જ VMCના કર્મચારીઓ ગાયબ થઈ ગયા હતા અને તેમને જવાબ આપવા પણ રોકાયા ન હતા. સફાઈ કામદારોને ખ્યાલ આવતા કે કોઈ અધિકારી કર્મચારી નથી અને પોતાને છેતરવામાં આવ્યા છે તેવું જાણ થતાં તેઓએ સંદેશ ન્યૂઝ સમક્ષ બળાપો ઠાલવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સફાઈ અભિયાનમાં યુવકોને લાલચ અપાઈઃ સ્વેજલ
- યુવકોને 500 રૂપિયાની લાલચ અપાઈઃ સ્વેજલ
- નોકરીની તકો મળશેની પણ અપાઈ લાલચઃ સ્વેજલ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરની પરિસ્થિતિ બાદ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ અને સુરતથી ટીમો બોલાવી હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું. વડોદરાના છોકરાઓને 500 રૂપિયાની લાલચ આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોટી પહેરાવી હતી.
સામાજિક કાર્યકરે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ
તમામ યુવકોને ભવિષ્યમાં નોકરીની તકો મળશે તેમ કહી બોલાવ્યા હતા સફાઈ અભિયાનમાં સવારથી પરશુરામ ભઠ્ઠામાં AMCની કોટીઓ પહેરાવી સફાઈ કરાવી હતી. યુવકોને નોકરીમાં તક નહીં મળે તેવી જાણ થતા જ તમામે કામ પડતું મૂક્યું હતું. તમામે કોર્પોરેશનના સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી હતી.
વડોદરાના સફાઈ કર્મચારીઓને AMCની કોટી પહેરાવી
વડોદરામાં જ રહેતા સફાઈ કામદારોને વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સફાઈ માટે બોલાવવામાં આવ્યા હતા. અને સફાઈ કામદારોને સરકારી નોકરી આપવામાં આવશે તેમજ કરેલી કામગીરીનું મહેનતાણું અને જમવાનું આપવામાં આવશે તેમ કહીને બોલાવ્યા હતા. સફાઈ કામદારો કામે લાગતા જ VMCના કર્મચારીઓ ગાયબ થઈ ગયા હતા અને તેમને જવાબ આપવા પણ રોકાયા ન હતા. સફાઈ કામદારોને ખ્યાલ આવતા કે કોઈ અધિકારી કર્મચારી નથી અને પોતાને છેતરવામાં આવ્યા છે તેવું જાણ થતાં તેઓએ સંદેશ ન્યૂઝ સમક્ષ બળાપો ઠાલવ્યો હતો.