Ahmedabadમાં દારૂનો ધંધો કરતા બુટલેગરો વધ્યા કે શું ? PCBએ કરી કાર્યવાહી

અમદાવાદ પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ પીસીબી (Prevention of Crime Branch ) શહેરમાં કામગીરી કરતી હોય છે ત્યારે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં દારૂ અને જુગારને લઈ પીસીબી દરોડા પાડતી હોય છે,ત્યારે અમદાવાદ પીસીબીએ ફરી વાર બુટલેગરો સામે લાલ આંખ કરી છે અને 28 નવેમ્બર 2024 સુધીમાં કુલ 425 બુટલેગરોને જેલ હવાલે કર્યા છે,બીજી તરફ વર્ષ 28 નવેમ્બર 2023માં 152 બુટલેગરોને જેલ હવાલે કર્યા હતા,ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 273 બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી છે. અમદાવાદ શહેરમાં બુટલેગરો વધ્યા ? અમદાવાદ પીસીબીના જે રીતે આંકડા સામે આવ્યા છે તેની સરખામણીએ વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ બુટલેગરોની સંખ્યા વધી ગઈ છે કે શું એમ લાગે છે કેમકે એક સાથે 273 બુટલેગરો નવા ઉમેરાયા હોય તેવું લાગી રહ્યું થે,વર્ષ 2023માં 152 બુટલેગરો હતા તો વર્ષ 2024માં 425 બુટલેગરો સામે કાર્યવાહી છે,તો સવાલ એ પણ થાય છે કે, કાં તો નવા બુટલેગરો શહેરમાં ધંધો કરી રહ્યાં છે અથવા તો પીસીબીએ ગત વર્ષે ઓછા બુટલેગરો સામે કાર્યવાહી કરી છે,આ બે શકયતાઓને નકારી શકાય નહી.પાસાનો કાયદો શું છે?૧૯૮૫ના વર્ષમાં પાસાનો કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો, પાસાનાં કાયદાની જોગવાઈ અનુસાર જમીન હડપ કરનારા, દારૂની હેરાફેરી કરનારા, નકલી દવા બનાવનારા તેમજ કોઈ પણ સમાજવિરોધી પ્રવૃત્તિ કરનારા ગુનેગારને અટકાયત કર્યા બાદ એક વર્ષ માટે અન્ય જિલ્લાની જેલમાં મોકલી આપવામાં આવે છે. પાસા બોર્ડમાં કોણ કોણ હોય છે? પાસા બોર્ડમાં હાઇકોર્ટના ત્રણ જજ હોય છે. પાસાની દરખાસ્ત કરાયાના ૬૦ દિવસમાં બોર્ડની બેઠક મળે છે, જેમાં પોલીસ તરફથી પાસાની કામગીરી કરનારા રાજ્યભરના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહે છે અને કેસ વિશે ચર્ચા કરવામાં આવે છે. અમદાવાદમાં બે વર્ષોમાં 1620 તડીપારના હુકમો કરાયા અમદાવાદ શહેરમાં 350 તડીપાર કેસો નોંધાયા જ્યારે 2477 પાસાના કેસ નોંધાયા છે.અમદાવાદ જિલ્લામાં 5 તડીપાર અને 67 પાસા ના કેસ નોંધાયા છે.જેની સામે નામદાર હાઇકોર્ટ દ્વારા 37 તડીપાર અને 3447 પાસાના કેસ રદ કરવાનો હુકમો કરાયાઅમદાવાદ જિલ્લામાં તડીપારના 5 કેસ તેમજ પાસાના 67 કેસ નોંધાયા છે. જેની સામે હાઇકોર્ટ દ્વારા 37 તડીપાર અને 3 હજાર 447 પાસાના કેસ રદ્દ કરવાનો હુકમ કરાયો. જ્યારે કે રાજ્યમાં છેલ્લા બે વર્ષોમાં 1620 તડીપારના હુકમો કરાયા. શહેર પોલીસે પાસાની કાર્યવાહીમાં જૂન-2024માં રેકોર્ડ સર્જયો છે અમદાવાદ શહેરમાં વધી રહેલી દારૂની બદી રોકવા અને મિલકત સબંધી ગુનાઓ પર અંકુશ મુકવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. પીસીબીએ જુન,2024ના એક મહિનામાં દારૂની બદી ફેલાવતા 72 લોકોને પાસા કરી વડોદરા જેલમાં 13, ભુજ 17, રાજકોટ જેલમાં 15 અને સુરત જેલમાં 27 લોકોને મોકલવામાં આવ્યા હતા. આ જ રીતે મિલકત સબંધી અને શરીર સબંધી ગુના આચરતા છ લોકોને વડોદરા જેલ, 18 લોકોને ભૂજ જેલ, 9 લોકોને રાજકોટ જેલ અને 13 લોકોને સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આમ, કુલ 119 લોકોને રાજ્યની વિવિધ જેલમાં પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યા છે. પાસાથી બચવા જેલ બદલવાની નવી એમઓ પાસાના હથિયારથી બચવા ગુનેગારો દ્વારા અમદાવાદની જેલમાંથી અન્ય શહેરની જેલમાં જવાની નવી મોડસ ઓપરેન્ડી શરૂ થઈ છે. જેની પાછળનું કારણ એવું છે કે, અમદાવાદની જેલમાં આરોપી હોય અને જામીન થાય તો લોકલ પોલીસ જેલની બહારથી તેની ધરપકડ કરી લેતી હતી. જો કે, અન્ય શહેરની જેલમાં હોય તો પાસાની દરખાસ્ત મંજૂર થઈ હોવા છતા લોકલ પોલીસ અન્ય શહેરની જેલ પર પહોંચે તે પહેલા આરોપી છૂટી જતો હોય છે.

Ahmedabadમાં દારૂનો ધંધો કરતા બુટલેગરો વધ્યા કે શું ? PCBએ કરી કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ પીસીબી (Prevention of Crime Branch ) શહેરમાં કામગીરી કરતી હોય છે ત્યારે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં દારૂ અને જુગારને લઈ પીસીબી દરોડા પાડતી હોય છે,ત્યારે અમદાવાદ પીસીબીએ ફરી વાર બુટલેગરો સામે લાલ આંખ કરી છે અને 28 નવેમ્બર 2024 સુધીમાં કુલ 425 બુટલેગરોને જેલ હવાલે કર્યા છે,બીજી તરફ વર્ષ 28 નવેમ્બર 2023માં 152 બુટલેગરોને જેલ હવાલે કર્યા હતા,ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 273 બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી છે.

અમદાવાદ શહેરમાં બુટલેગરો વધ્યા ?

અમદાવાદ પીસીબીના જે રીતે આંકડા સામે આવ્યા છે તેની સરખામણીએ વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ બુટલેગરોની સંખ્યા વધી ગઈ છે કે શું એમ લાગે છે કેમકે એક સાથે 273 બુટલેગરો નવા ઉમેરાયા હોય તેવું લાગી રહ્યું થે,વર્ષ 2023માં 152 બુટલેગરો હતા તો વર્ષ 2024માં 425 બુટલેગરો સામે કાર્યવાહી છે,તો સવાલ એ પણ થાય છે કે, કાં તો નવા બુટલેગરો શહેરમાં ધંધો કરી રહ્યાં છે અથવા તો પીસીબીએ ગત વર્ષે ઓછા બુટલેગરો સામે કાર્યવાહી કરી છે,આ બે શકયતાઓને નકારી શકાય નહી.

પાસાનો કાયદો શું છે?

૧૯૮૫ના વર્ષમાં પાસાનો કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો, પાસાનાં કાયદાની જોગવાઈ અનુસાર જમીન હડપ કરનારા, દારૂની હેરાફેરી કરનારા, નકલી દવા બનાવનારા તેમજ કોઈ પણ સમાજવિરોધી પ્રવૃત્તિ કરનારા ગુનેગારને અટકાયત કર્યા બાદ એક વર્ષ માટે અન્ય જિલ્લાની જેલમાં મોકલી આપવામાં આવે છે.

પાસા બોર્ડમાં કોણ કોણ હોય છે?

પાસા બોર્ડમાં હાઇકોર્ટના ત્રણ જજ હોય છે. પાસાની દરખાસ્ત કરાયાના ૬૦ દિવસમાં બોર્ડની બેઠક મળે છે, જેમાં પોલીસ તરફથી પાસાની કામગીરી કરનારા રાજ્યભરના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહે છે અને કેસ વિશે ચર્ચા કરવામાં આવે છે.

અમદાવાદમાં બે વર્ષોમાં 1620 તડીપારના હુકમો કરાયા

અમદાવાદ શહેરમાં 350 તડીપાર કેસો નોંધાયા જ્યારે 2477 પાસાના કેસ નોંધાયા છે.અમદાવાદ જિલ્લામાં 5 તડીપાર અને 67 પાસા ના કેસ નોંધાયા છે.જેની સામે નામદાર હાઇકોર્ટ દ્વારા 37 તડીપાર અને 3447 પાસાના કેસ રદ કરવાનો હુકમો કરાયાઅમદાવાદ જિલ્લામાં તડીપારના 5 કેસ તેમજ પાસાના 67 કેસ નોંધાયા છે. જેની સામે હાઇકોર્ટ દ્વારા 37 તડીપાર અને 3 હજાર 447 પાસાના કેસ રદ્દ કરવાનો હુકમ કરાયો. જ્યારે કે રાજ્યમાં છેલ્લા બે વર્ષોમાં 1620 તડીપારના હુકમો કરાયા.

શહેર પોલીસે પાસાની કાર્યવાહીમાં જૂન-2024માં રેકોર્ડ સર્જયો છે

અમદાવાદ શહેરમાં વધી રહેલી દારૂની બદી રોકવા અને મિલકત સબંધી ગુનાઓ પર અંકુશ મુકવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. પીસીબીએ જુન,2024ના એક મહિનામાં દારૂની બદી ફેલાવતા 72 લોકોને પાસા કરી વડોદરા જેલમાં 13, ભુજ 17, રાજકોટ જેલમાં 15 અને સુરત જેલમાં 27 લોકોને મોકલવામાં આવ્યા હતા. આ જ રીતે મિલકત સબંધી અને શરીર સબંધી ગુના આચરતા છ લોકોને વડોદરા જેલ, 18 લોકોને ભૂજ જેલ, 9 લોકોને રાજકોટ જેલ અને 13 લોકોને સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આમ, કુલ 119 લોકોને રાજ્યની વિવિધ જેલમાં પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યા છે.

પાસાથી બચવા જેલ બદલવાની નવી એમઓ

પાસાના હથિયારથી બચવા ગુનેગારો દ્વારા અમદાવાદની જેલમાંથી અન્ય શહેરની જેલમાં જવાની નવી મોડસ ઓપરેન્ડી શરૂ થઈ છે. જેની પાછળનું કારણ એવું છે કે, અમદાવાદની જેલમાં આરોપી હોય અને જામીન થાય તો લોકલ પોલીસ જેલની બહારથી તેની ધરપકડ કરી લેતી હતી. જો કે, અન્ય શહેરની જેલમાં હોય તો પાસાની દરખાસ્ત મંજૂર થઈ હોવા છતા લોકલ પોલીસ અન્ય શહેરની જેલ પર પહોંચે તે પહેલા આરોપી છૂટી જતો હોય છે.