Junagadh યાર્ડમાં નવી મગફળીના એક જ દિવસમાં 20 કિલોએ રૂ. 935નો વધારો

ગુજરાતનો અગત્યનો અને મુખ્ય પાક મગફળી મનાય છે. ત્યારે મગફળીનો પાક લગભગ હવે તૈયાર થઇ ગયો છે અને માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પણ નોંધાઈ રહી છે. નવરાત્રિ બાદ જીણી અને જાડી મગફળીની આવક નોંધાઈ છે, ત્યારે શરૂઆતના દિવસોમાં માત્ર જાડી મગફળી હરાજી માટે આવી રહી છે. જેના બજારભાવો સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા નીચા જોવા મળે છે. જયારે સોયાબીનની પણ એટલી જ આવક નોંધાઈ રહી છે, છેલ્લાં 7 દિવસ દરમ્યાન 9279 ક્વિન્ટલ સોયાબીનની આવક નોંધાઈ છે, જેમાં સૌથી વધુ ઊંચા ભાવ આજે 905 રૂપિયા બોલાયા હતા, ઉપરાંત જે છેલ્લાં 7 દિવસ દરમ્યાન સૌથી ઊંચા બોલાયા હતા. તેમજ 1531 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તેમજ બુધવારે 901 ક્વિન્ટલ સોયાબીનની આવક સાથે 1900 રૂપિયા ભાવ બોલાયા હતા, એમ મળી કુલ છેલ્લાં 7 દિવસ દરમ્યાન 9279 ક્વિન્ટલ આવક થઇ હતી. તેમજ આજે સોયાબીનના સૌથી ઊંચા ભાવ બોલાયા હતા. જાડી મગફળીની આવક વધી સામાન્ય રીતે નવરાત્રી દરમ્યાન ખેડૂતો દ્વારા ઓરવેલી મગફળી જાહેર હરાજી માટે આવતી હોય છે, તેને પગલે જાડી મગફળીની આવક જોવા મળતી હોય છે. તે મુજબ જાડી મગફળીની આવક પાછલા એક અઠવાડિયાથી નોંધાઈ રહી છે. સૌરાષ્ટ્રની પરંપરાગત જીણી મગફળીની આવક હજુ સુધી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ નથી. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 447 ક્વિન્ટલ જાડી મગફળીની આવક થઇ છે. જેમાં સૌથી ઊંચા ભાવ 1120 રૂપિયા બોલાયા હતા. તો 150 ક્વિન્ટલ જીણી મગફળીની પણ આવક થઇ છે, અને 2040 રૂપિયા ભાવ બોલાયો હતો. તેમજ છેલ્લાં 7 દિવસ દરમ્યાન 4479 ક્વિન્ટલ જાડી મગફળીની આવક થઇ હતી, અને તેમાં સરેરાશ 1130 રૂપિયા જેટલાં ભાવ બોલાયા હતા. આ ઉપરાંત છેલ્લાં બે દિવસ દરમ્યાન જીણી મગફળીની આવક 400 ક્વિન્ટલ આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવક થઇ છે, જેમાં 11 તારીખે 250 ક્વિન્ટલ જીણી મગફળીની આવક થઇ હતી અને 1105 રૂપિયા ભાવ બોલાયો હતો, જયારે આજે 150 ક્વિન્ટલ આવક આજે થઇ હતી, જેનો 2040 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. માવઠાના મારથી ખેડૂતોને મગફળી ઉતારવા સમયે નુકશાની સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નવરાત્રિ દરમ્યાન પડેલાં માવઠાને કારણે ખેડૂતોને મગફળી ઉતારવા સમયે પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, જેને લીધે ઉભેલા પાક પર નુકશાની પણ ખેડૂતોને થઇ હતી, આ ઉપરાંત મગફળીના ઉભેલા પાથરાઓ પણ પાણીમાં પલળી ગયા હોવાને લીધે ખેડૂતોને માવઠાનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુણવતાની દ્રષ્ટીએ મગફળી 66ના ભાવ સૌથી વધુ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું કે, હાલમાં નવરાત્રિ પછી માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની વિપુલ માત્રામાં આવક નોધાઇ છે, તેમાય ખાસ કરીને હાલમાં નવી મગફળીમાં 66 નંબરની મગફળી જેના સર્વાધિક ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, કારણ કે, તેની ગુણવત્તા સારી હોય છે, અને તેમાં તેલનું પ્રમાણ વધુ હોવાથી તેની ડિમાન્ડ પણ વધુ છે, હાલમાં અહી જૂનાગઢ ઉપરાંત, રાજકોટના અમુક ગામડાઓ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લાના ખેડૂતો માલનું વેચાણ કરવા આવે છે.

Junagadh યાર્ડમાં નવી મગફળીના એક જ દિવસમાં 20 કિલોએ રૂ. 935નો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતનો અગત્યનો અને મુખ્ય પાક મગફળી મનાય છે. ત્યારે મગફળીનો પાક લગભગ હવે તૈયાર થઇ ગયો છે અને માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પણ નોંધાઈ રહી છે. નવરાત્રિ બાદ જીણી અને જાડી મગફળીની આવક નોંધાઈ છે, ત્યારે શરૂઆતના દિવસોમાં માત્ર જાડી મગફળી હરાજી માટે આવી રહી છે. જેના બજારભાવો સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા નીચા જોવા મળે છે.


જયારે સોયાબીનની પણ એટલી જ આવક નોંધાઈ રહી છે, છેલ્લાં 7 દિવસ દરમ્યાન 9279 ક્વિન્ટલ સોયાબીનની આવક નોંધાઈ છે, જેમાં સૌથી વધુ ઊંચા ભાવ આજે 905 રૂપિયા બોલાયા હતા, ઉપરાંત જે છેલ્લાં 7 દિવસ દરમ્યાન સૌથી ઊંચા બોલાયા હતા. તેમજ 1531 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તેમજ બુધવારે 901 ક્વિન્ટલ સોયાબીનની આવક સાથે 1900 રૂપિયા ભાવ બોલાયા હતા, એમ મળી કુલ છેલ્લાં 7 દિવસ દરમ્યાન 9279 ક્વિન્ટલ આવક થઇ હતી. તેમજ આજે સોયાબીનના સૌથી ઊંચા ભાવ બોલાયા હતા.

જાડી મગફળીની આવક વધી

સામાન્ય રીતે નવરાત્રી દરમ્યાન ખેડૂતો દ્વારા ઓરવેલી મગફળી જાહેર હરાજી માટે આવતી હોય છે, તેને પગલે જાડી મગફળીની આવક જોવા મળતી હોય છે. તે મુજબ જાડી મગફળીની આવક પાછલા એક અઠવાડિયાથી નોંધાઈ રહી છે. સૌરાષ્ટ્રની પરંપરાગત જીણી મગફળીની આવક હજુ સુધી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ નથી. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 447 ક્વિન્ટલ જાડી મગફળીની આવક થઇ છે. જેમાં સૌથી ઊંચા ભાવ 1120 રૂપિયા બોલાયા હતા. તો 150 ક્વિન્ટલ જીણી મગફળીની પણ આવક થઇ છે, અને 2040 રૂપિયા ભાવ બોલાયો હતો.


તેમજ છેલ્લાં 7 દિવસ દરમ્યાન 4479 ક્વિન્ટલ જાડી મગફળીની આવક થઇ હતી, અને તેમાં સરેરાશ 1130 રૂપિયા જેટલાં ભાવ બોલાયા હતા. આ ઉપરાંત છેલ્લાં બે દિવસ દરમ્યાન જીણી મગફળીની આવક 400 ક્વિન્ટલ આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવક થઇ છે, જેમાં 11 તારીખે 250 ક્વિન્ટલ જીણી મગફળીની આવક થઇ હતી અને 1105 રૂપિયા ભાવ બોલાયો હતો, જયારે આજે 150 ક્વિન્ટલ આવક આજે થઇ હતી, જેનો 2040 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો.

માવઠાના મારથી ખેડૂતોને મગફળી ઉતારવા સમયે નુકશાની

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નવરાત્રિ દરમ્યાન પડેલાં માવઠાને કારણે ખેડૂતોને મગફળી ઉતારવા સમયે પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, જેને લીધે ઉભેલા પાક પર નુકશાની પણ ખેડૂતોને થઇ હતી, આ ઉપરાંત મગફળીના ઉભેલા પાથરાઓ પણ પાણીમાં પલળી ગયા હોવાને લીધે ખેડૂતોને માવઠાનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ગુણવતાની દ્રષ્ટીએ મગફળી 66ના ભાવ સૌથી વધુ

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું કે, હાલમાં નવરાત્રિ પછી માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની વિપુલ માત્રામાં આવક નોધાઇ છે, તેમાય ખાસ કરીને હાલમાં નવી મગફળીમાં 66 નંબરની મગફળી જેના સર્વાધિક ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, કારણ કે, તેની ગુણવત્તા સારી હોય છે, અને તેમાં તેલનું પ્રમાણ વધુ હોવાથી તેની ડિમાન્ડ પણ વધુ છે, હાલમાં અહી જૂનાગઢ ઉપરાંત, રાજકોટના અમુક ગામડાઓ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લાના ખેડૂતો માલનું વેચાણ કરવા આવે છે.