Gujarat Rain: કલ્યાણપુર, માણાવદર સહિત રાજ્યના 147 તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ

રાજ્યના 147 તાલુકામાં વરસાદ, કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ વરસાદમાળિયા હાટીના, ઉપલેટા અને દ્વારકામાં સાડા પાંચ ઈંચ વરસાદ 12 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે માણાવદરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતના પલસાણામાં સાડા છ ઈંચ વરસાદ હવામાન વિભાગના આંકડા અનુસાર આજે સુરતના પલસાણામાં સાડા છ ઈંચ વરસાદ, વિસાવદર - બારડોલીમાં છ ઈંચ વરસાદ, માળિયા હાટીના, ઉપલેટા અને દ્વારકામાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે, ત્યારે 12 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં જનજીવન ખુબ જ પ્રભાવિત થયુ છે અને અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. માણાવદરમાં પોલીસે મહિલા અને નવજાત બાળકનું કર્યુ રેસ્ક્યુ જૂનાગઢના માણાવદરમાં પણ ધોધમાર વરસાદને પગલે એક મહિલા અને નવજાત બાળક પાણીમાં ફસાયા હતા, ત્યારે માણાવદર પોલીસ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદને સમગ્ર વિસ્તારમાં તબાહી મચાવી છે અને જનજીવન ખુબ જ પ્રભાવિત થયુ છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં આવેલા શેરગઢમાં છેલ્લા એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો છે. સ્મશાન અને ખેતરોની દિવાલો પણ તૂટી ગઈ છે એટલો ભારે વરસાદ વરસ્યો છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ સવલત પૂરી પાડવામાં આવતી નથી અને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે. જાફરાબાદમાં વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ અમરેલીમાં છેલ્લા 2 દિવસથી દરિયો તોફાની બન્યો છે, જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તેમાં દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં જાફરાબાદના દરિયા કિનારે હાઈ ટાઈટ સાથે કરંટ જોવા મળ્યો છે. સુરત શહેરમાં 12 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ સુરત શહેરમાં 12 કલાકમાં સાત ઈંચથી વધારે વરસાદ વરસતા જનજીવન પર તેની અસર થઈ છે. સુરત શહેરમાં સવારથી અવિરત પણ વરસાદ વરસી રહ્યો છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વરાછા વિસ્તારમાં પણ ગોઠણસમાં પાણી ભરાયાં હતાં. અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતાં બંધ કરી દેવામાં આવ્યું છે. ત્રણ કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું.

Gujarat Rain: કલ્યાણપુર, માણાવદર સહિત રાજ્યના 147 તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યના 147 તાલુકામાં વરસાદ, કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ વરસાદ
  • માળિયા હાટીના, ઉપલેટા અને દ્વારકામાં સાડા પાંચ ઈંચ વરસાદ
  • 12 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે માણાવદરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.

સુરતના પલસાણામાં સાડા છ ઈંચ વરસાદ

હવામાન વિભાગના આંકડા અનુસાર આજે સુરતના પલસાણામાં સાડા છ ઈંચ વરસાદ, વિસાવદર - બારડોલીમાં છ ઈંચ વરસાદ, માળિયા હાટીના, ઉપલેટા અને દ્વારકામાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે, ત્યારે 12 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં જનજીવન ખુબ જ પ્રભાવિત થયુ છે અને અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

માણાવદરમાં પોલીસે મહિલા અને નવજાત બાળકનું કર્યુ રેસ્ક્યુ

જૂનાગઢના માણાવદરમાં પણ ધોધમાર વરસાદને પગલે એક મહિલા અને નવજાત બાળક પાણીમાં ફસાયા હતા, ત્યારે માણાવદર પોલીસ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદને સમગ્ર વિસ્તારમાં તબાહી મચાવી છે અને જનજીવન ખુબ જ પ્રભાવિત થયુ છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં આવેલા શેરગઢમાં છેલ્લા એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો છે. સ્મશાન અને ખેતરોની દિવાલો પણ તૂટી ગઈ છે એટલો ભારે વરસાદ વરસ્યો છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ સવલત પૂરી પાડવામાં આવતી નથી અને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે.

જાફરાબાદમાં વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ

અમરેલીમાં છેલ્લા 2 દિવસથી દરિયો તોફાની બન્યો છે, જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તેમાં દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં જાફરાબાદના દરિયા કિનારે હાઈ ટાઈટ સાથે કરંટ જોવા મળ્યો છે.

સુરત શહેરમાં 12 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ

સુરત શહેરમાં 12 કલાકમાં સાત ઈંચથી વધારે વરસાદ વરસતા જનજીવન પર તેની અસર થઈ છે. સુરત શહેરમાં સવારથી અવિરત પણ વરસાદ વરસી રહ્યો છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વરાછા વિસ્તારમાં પણ ગોઠણસમાં પાણી ભરાયાં હતાં. અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતાં બંધ કરી દેવામાં આવ્યું છે. ત્રણ કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું.