Gujarat Rain News: છેલ્લા 6 કલાકમાં 160 તાલુકાઓમાં વરસાદ, જળબંબાકારની સ્થિતિ

Jun 19, 2025 - 13:30
Gujarat Rain News: છેલ્લા 6 કલાકમાં 160 તાલુકાઓમાં વરસાદ, જળબંબાકારની સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ડેમ અને નદીઓમાં પાણીની સપાટી વધી છે. જેના કારણે નદીઓ અને જળાશયો છલકાયા છે. સિંચાઇ માટે પાણીની યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહી છે. તો બીજી તરફ, ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ખેતરોમાં કમર સુધીના પાણી ભરાતા જળાશયો જેવી સ્થિતિ પેદા થઇ છે. અને પાકને મોટું નુકસાન થયુ છે. રાજ્યમાં હાલ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.

ક્યાં કેટલા ઇંચ વરસાદ ખાબક્યો ?

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ક્યાં કેટલો ઇંચ વરસાદ ખાબક્યો તેના પર નજર કરીએ તો,

વાપીમાં 4.72 ઇંચ વરસાદ, ધરમપુરમાં 3.94 ઇંચ વરસાદ, પારડીમાં 3.82 ઇંચ વરસાદ, હાંસોટમાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ તરફ, ખેરગામમાં 3.54 ઇંચ વરસાદ, ઓલપાડમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કપરાડામાં 3.46 ઇંચ તો વઘઇમાં 3.39 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. વાલિયામાં 2.99 ઇંચ વરસાદ અને ઉમરપાડામાં 2.83 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ, માંગરોળમાં 2.48 ઇંચ વરસાદ, ડાંગ-આહવામાં 2.24 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડમાં 2.09 ઇંચ વરસાદ, કામરેજમાં 2.09 ઇંચ વરસાદ અને સુબીરમાં 2.05 ઇંચ તથા બારડોલીમાં 1.97 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

રાજ્યમાં ધમાકેદાર બેટિંગથી મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. અતિ ભારે વરસાદના પગલે રોડ-રસ્તાઓ બંધ છે. હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. તંત્ર તમામ મદદ કરવા સતર્ક થયુ છે. તો એનડીઆરએફની ટીમ ખડે પગે તૈનાત છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0