Gujarat Rain Forecast: ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘમંડાણ, વાંચો હવામાન વિભાગની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરથી ગુજરાતના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો જોવા મળી રહ્યો છે. હજુ પણ રાજ્યમાં 2 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે.ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં પલટોગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે હજુ પણ ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘમંડાણ થવાને લઇ આગાહી કરી છે. રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, નર્મદા, ગીરસોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં વરસાદની સાથે તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.ચોમાસાની સિઝનમાં રાજ્યના જળાશયો કેટલા ઓવરફ્લોચોમાસાની સિઝનમાં રાજ્યના જળાશયો કેટલા ઓવરફ્લો થયા તેની વાત કરીએ તો રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર રાજ્યના 185 જળાશયો.. 90 ટકાથી વધુ ભરાયેલા 163 ડેમ હાઈએલર્ટ, જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર છે. તો 70થી 80 ટકા ભરાયેલા 12 ડેમ વોર્નિંગ પર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરથી ગુજરાતના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો જોવા મળી રહ્યો છે. હજુ પણ રાજ્યમાં 2 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં પલટો
ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે હજુ પણ ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘમંડાણ થવાને લઇ આગાહી કરી છે. રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, નર્મદા, ગીરસોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં વરસાદની સાથે તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.
ચોમાસાની સિઝનમાં રાજ્યના જળાશયો કેટલા ઓવરફ્લો
ચોમાસાની સિઝનમાં રાજ્યના જળાશયો કેટલા ઓવરફ્લો થયા તેની વાત કરીએ તો રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર રાજ્યના 185 જળાશયો.. 90 ટકાથી વધુ ભરાયેલા 163 ડેમ હાઈએલર્ટ, જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર છે. તો 70થી 80 ટકા ભરાયેલા 12 ડેમ વોર્નિંગ પર છે.