Gujarat Rain: AMCનું પ્રદર્શન! ચાલુ વરસાદે રીસરફેસની કામગીરી શરૂ કરી
જમાલપુર બ્રિજ પર એક તરફનો રોડ ખોદી કાઢ્યો એક તરફનો માર્ગ ખોદતા ટ્રાફિકજામની સ્થિતિ આમ રોડ તૂટવા દર વર્ષની સ્થિતિ છે: વાહનચાલક અમદાવાદમાં ભારે વરસાદથી રોડ-રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે અને અમુક જગ્યાએ રોડ પરનો ડામર ઉખડી ગયો છે. જે રોડ-રસ્તાઓના રીસરફેસની કામગીરી AMC દ્વારા શરૂ કરવામાં આવી છે. આ જોઈને એમ લાગે કે એક બાજુ વરસાદ પડી રહ્યો છે અને એક તરફ રીસરફેસની કામગીરી થઈ રહી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી – કર્મચારીઓ ચાલુ વરસાદે રીસરફેસ કેવી રીતે કરશે? પાણી અને ડામરને વેર છે એટલે રસ્તા પર પડે છે ખાડાઃ AMC અમદાવાદમાં જે રીતે ખાડાઓ ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તેને રિપેર કરવાની કામગીરી કરવાના બદલે પોતાનો જ પક્ષ આગળ કર્યો હતો. AMCએ ખાડા અંગે અગાઉ જવાબ આપ્યો હતો કે, ડામર અને પાણીનું કોમ્બિનેશન નથી રહેતું. જેના કારણે ખાડા પડી રહ્યા છે. તો હાલમાં વરસાદ વચ્ચે ડામર કેવી રીતે ચોંટી જશે. ડામરના રોડની જગ્યાએ RCCના રોડ બનાવવા જોઈએ: વાહનચાલક સંદેશ ન્યૂઝ દ્વારા ખાડા અંગે રાહદારીઓને પૂછવામાં આવ્યું તો રાહદારીઓએ જણાવ્યું કે, દર વર્ષે આ પ્રકારના ખાડા પડી જાય છે. અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. જેથી ટ્રાફિક જામના થઈ જાય છે. જેના લીધે હાલાકી તો રાહદારીઓને જ ભોગવવી પડે છે. ચાલુ વરસાદે ડામર લગાવે છે એના કરતા RCCના રોડ બનાવવામાં આવે તો આનો કાયમી ઉકેલ આવે તેમ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જમાલપુર બ્રિજ પર એક તરફનો રોડ ખોદી કાઢ્યો
- એક તરફનો માર્ગ ખોદતા ટ્રાફિકજામની સ્થિતિ
- આમ રોડ તૂટવા દર વર્ષની સ્થિતિ છે: વાહનચાલક
અમદાવાદમાં ભારે વરસાદથી રોડ-રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે અને અમુક જગ્યાએ રોડ પરનો ડામર ઉખડી ગયો છે. જે રોડ-રસ્તાઓના રીસરફેસની કામગીરી AMC દ્વારા શરૂ કરવામાં આવી છે. આ જોઈને એમ લાગે કે એક બાજુ વરસાદ પડી રહ્યો છે અને એક તરફ રીસરફેસની કામગીરી થઈ રહી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી – કર્મચારીઓ ચાલુ વરસાદે રીસરફેસ કેવી રીતે કરશે?
પાણી અને ડામરને વેર છે એટલે રસ્તા પર પડે છે ખાડાઃ AMC
અમદાવાદમાં જે રીતે ખાડાઓ ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તેને રિપેર કરવાની કામગીરી કરવાના બદલે પોતાનો જ પક્ષ આગળ કર્યો હતો. AMCએ ખાડા અંગે અગાઉ જવાબ આપ્યો હતો કે, ડામર અને પાણીનું કોમ્બિનેશન નથી રહેતું. જેના કારણે ખાડા પડી રહ્યા છે. તો હાલમાં વરસાદ વચ્ચે ડામર કેવી રીતે ચોંટી જશે.
ડામરના રોડની જગ્યાએ RCCના રોડ બનાવવા જોઈએ: વાહનચાલક
સંદેશ ન્યૂઝ દ્વારા ખાડા અંગે રાહદારીઓને પૂછવામાં આવ્યું તો રાહદારીઓએ જણાવ્યું કે, દર વર્ષે આ પ્રકારના ખાડા પડી જાય છે. અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. જેથી ટ્રાફિક જામના થઈ જાય છે. જેના લીધે હાલાકી તો રાહદારીઓને જ ભોગવવી પડે છે. ચાલુ વરસાદે ડામર લગાવે છે એના કરતા RCCના રોડ બનાવવામાં આવે તો આનો કાયમી ઉકેલ આવે તેમ છે.