Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ અલર્ટ

સાબરકાંઠા, મહીસાગર, પાટણમાં આજે ઓરેન્જ અલર્ટ 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી સામે આવી છે. જેમાં આજે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં રેડ ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરાયું છે. તેમજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલી અમરેલી અને ભાવનગરમાં આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ છે. સાબરકાંઠા, મહીસાગર, પાટણમાં આજે ઓરેન્જ અલર્ટ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, દાહોદ, પંચમહાલમાં આજે ઓરેન્જ અલર્ટ છે. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે. મોન્સૂન ટ્રફ,ઓફશૉર ટ્રફ અને સાયલોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ આવશે. 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જીવન અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્કાયમેટ વેધર પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ અને ગોવા, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઉલ્લેખનીય છે કે કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમજ પૂર્વોત્તર ભારત, સિક્કિમ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણાના ભાગો, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ આવી શકે છે.

Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ અલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરકાંઠા, મહીસાગર, પાટણમાં આજે ઓરેન્જ અલર્ટ
  • 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ

હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી સામે આવી છે. જેમાં આજે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં રેડ ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરાયું છે. તેમજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલી અમરેલી અને ભાવનગરમાં આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ છે.

સાબરકાંઠા, મહીસાગર, પાટણમાં આજે ઓરેન્જ અલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, દાહોદ, પંચમહાલમાં આજે ઓરેન્જ અલર્ટ છે. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે. મોન્સૂન ટ્રફ,ઓફશૉર ટ્રફ અને સાયલોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ આવશે.

27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જીવન અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્કાયમેટ વેધર પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ અને ગોવા, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ

ઉલ્લેખનીય છે કે કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમજ પૂર્વોત્તર ભારત, સિક્કિમ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણાના ભાગો, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ આવી શકે છે.