Ahmedabadના ગોદરેજ ગાર્ડન સીટી વિસ્તારમાં સતત પાણી ભરાવાનું યથાવત !

અમદાવાદમાં રાતથી લઈ વહેલી સવાર સુધી વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની બની ઘટના શહેરોના પોષ વિસ્તાર ગોદેરજ ગાર્ડન સીટી વિસ્તારમાં ભરાયા પાણી અમદાવાદમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો હતો,ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના બની છે,અમદાવાદના ગોદરેજ ગાર્ડન સીટી વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હતી,જેના કારણે સ્થાનિકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.વિસ્તારના રસ્તા તૂટી ગયેલી હાલતમાં લોકો એ તકલીફનો પણ સામનો કરી રહ્યાં છે. રસ્તાએ લીધું ખાડાનું સ્થાન ? કહેવાતા સ્માર્ટ સીટીના દાવા પોકળ સાબિત થયા છે,તમે પણ જગતપુર અને ગોદરેજ ગાર્ડનસીટી રોડ પર જશો તો તમને પણ અનુભવ થશે કે આ રોડ કેટલી હદે ખરાબ છે,થોડાક જ વરસાદમાં વિકાસની વાસ્તવિકતા સામે આવી છે.વરસાદ બાદ સ્માર્ટ શહેરની શરમજનક સ્થિતિ થઈ ગઈ છે.જ્યાં જુવો ત્યાં રોડના બદલે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.ગોદરેજ ગાર્ડન સીટી, જગતપુર, છારોળી,વંદે માતરમ સહિતના વિસ્તારોમાં રોડ કરતા ખાડાઓનું પ્રમાણ વધુ છે જેના કારણે સ્થાનિકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. વૃક્ષો પણ થયા ધરાશાયી અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે,ત્યારે ગોદરેજ ગાર્ડન સીટીમાં પણ વૃક્ષો ગાડી પર ધરાશાયી થતા ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે,અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ફૂંકાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા છે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

Ahmedabadના ગોદરેજ ગાર્ડન સીટી વિસ્તારમાં સતત પાણી ભરાવાનું યથાવત !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં રાતથી લઈ વહેલી સવાર સુધી વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ
  • અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની બની ઘટના
  • શહેરોના પોષ વિસ્તાર ગોદેરજ ગાર્ડન સીટી વિસ્તારમાં ભરાયા પાણી

અમદાવાદમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો હતો,ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના બની છે,અમદાવાદના ગોદરેજ ગાર્ડન સીટી વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હતી,જેના કારણે સ્થાનિકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.વિસ્તારના રસ્તા તૂટી ગયેલી હાલતમાં લોકો એ તકલીફનો પણ સામનો કરી રહ્યાં છે.

રસ્તાએ લીધું ખાડાનું સ્થાન ?

કહેવાતા સ્માર્ટ સીટીના દાવા પોકળ સાબિત થયા છે,તમે પણ જગતપુર અને ગોદરેજ ગાર્ડનસીટી રોડ પર જશો તો તમને પણ અનુભવ થશે કે આ રોડ કેટલી હદે ખરાબ છે,થોડાક જ વરસાદમાં વિકાસની વાસ્તવિકતા સામે આવી છે.વરસાદ બાદ સ્માર્ટ શહેરની શરમજનક સ્થિતિ થઈ ગઈ છે.જ્યાં જુવો ત્યાં રોડના બદલે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.ગોદરેજ ગાર્ડન સીટી, જગતપુર, છારોળી,વંદે માતરમ સહિતના વિસ્તારોમાં રોડ કરતા ખાડાઓનું પ્રમાણ વધુ છે જેના કારણે સ્થાનિકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે.

વૃક્ષો પણ થયા ધરાશાયી

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે,ત્યારે ગોદરેજ ગાર્ડન સીટીમાં પણ વૃક્ષો ગાડી પર ધરાશાયી થતા ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે,અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ફૂંકાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે.


1470 કરોડ રોડ માટે ફાળવ્યા છે

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.