Banaskantha: આબુ જતા યાત્રિકો ભરેલી બસ પર અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો

રાજસ્થાનની સરહદ નજીક અસામાજિક તત્વોએ આબુ જતા યાત્રિકો ભરેલી બસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. પથ્થરમારાથી બસની બારીઓના કાચ તૂટ્યા હતા, જોકે પથ્થરમારાની ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી છે. બસમાં સવાર 10થી વધુ યાત્રિકોનો બચાવ થયો છે. સમગ્ર ઘટનાની જાણ રાજસ્થાન પોલીસને કરાતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગુજરાતનાં લોકો સૌથી વધુ આબુ ફરવા જાય છે પણ, આબુ જતા પહેલા સાવચેત રહેવું પણ એટલું જ જરૂર છે. કારણ કે આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારોની ઘટના અવાર-નવાર બનતી હોય છે. ગુજરાતની સૌથી મોટી ટ્રાવેલ્સ એજન્સી ગુજરાત ટ્રાવેલ્સની બસ પર વહેલી સવારે પથ્થરમારાનો શિકાર બની હતી. અસામાજિક તત્વોએ કરેલા પથ્થરમારામાં એસી બસના 2 મોટા કાચ તૂટ્યા છે, જ્યારે ઘટનામાં એક મહિલાને ઈજા થઈ હતી. અગાઉ 3 નવેમ્બરના રોજ આજ જગ્યાએ ત્રણ કાર પર પથ્થર મારાની ઘટના બની હતી. આ ઘટનામાં અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. બસ ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસ ભગાવી હતી, જેમાં બસમાં સવાર દસથી વધુ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે. સમગ્ર ઘટનાને લઇ રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી છે. હાલમાં બનેલા બનાવો થી રાજસ્થાન આબુ તરફ જતા પ્રવાસીઓમાં ભારે ડર વ્યાપ્યો છે.આબુ રોડ પર ઘણી વાર આવી ઘટનાઓ બને છે જેમાં અચાનક વાહનચાલકો પર પથ્થરમારો કરવામાં આવે છે, બનાસકાંઠાના દાંતા જિલ્લામાં પણ આવી ઘટના બને છે, ત્યારે મુસાફરો તમે પણ આ રોડ પર નિકળો તો તમારે પણ ધ્યાન રાખવું જરૂૂરી છે નહીતર તમારે પણ આ પથ્થરોનો સામનો કરવો પડશે.

Banaskantha: આબુ જતા યાત્રિકો ભરેલી બસ પર અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજસ્થાનની સરહદ નજીક અસામાજિક તત્વોએ આબુ જતા યાત્રિકો ભરેલી બસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. પથ્થરમારાથી બસની બારીઓના કાચ તૂટ્યા હતા, જોકે પથ્થરમારાની ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી છે. બસમાં સવાર 10થી વધુ યાત્રિકોનો બચાવ થયો છે. સમગ્ર ઘટનાની જાણ રાજસ્થાન પોલીસને કરાતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતનાં લોકો સૌથી વધુ આબુ ફરવા જાય છે પણ, આબુ જતા પહેલા સાવચેત રહેવું પણ એટલું જ જરૂર છે. કારણ કે આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારોની ઘટના અવાર-નવાર બનતી હોય છે. ગુજરાતની સૌથી મોટી ટ્રાવેલ્સ એજન્સી ગુજરાત ટ્રાવેલ્સની બસ પર વહેલી સવારે પથ્થરમારાનો શિકાર બની હતી. અસામાજિક તત્વોએ કરેલા પથ્થરમારામાં એસી બસના 2 મોટા કાચ તૂટ્યા છે, જ્યારે ઘટનામાં એક મહિલાને ઈજા થઈ હતી. 

અગાઉ 3 નવેમ્બરના રોજ આજ જગ્યાએ ત્રણ કાર પર પથ્થર મારાની ઘટના બની હતી. આ ઘટનામાં અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. બસ ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસ ભગાવી હતી, જેમાં બસમાં સવાર દસથી વધુ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે. સમગ્ર ઘટનાને લઇ રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી છે. હાલમાં બનેલા બનાવો થી રાજસ્થાન આબુ તરફ જતા પ્રવાસીઓમાં ભારે ડર વ્યાપ્યો છે.

આબુ રોડ પર ઘણી વાર આવી ઘટનાઓ બને છે જેમાં અચાનક વાહનચાલકો પર પથ્થરમારો કરવામાં આવે છે, બનાસકાંઠાના દાંતા જિલ્લામાં પણ આવી ઘટના બને છે, ત્યારે મુસાફરો તમે પણ આ રોડ પર નિકળો તો તમારે પણ ધ્યાન રાખવું જરૂૂરી છે નહીતર તમારે પણ આ પથ્થરોનો સામનો કરવો પડશે.