Gujarat Rain: જામનગર-પોરબંદર હાઇવે વરસાદી પાણીમાં ગરકાવ, વાહનચાલકો ફસાયા
હાઈવે પર આવેલ ચેકપોસ્ટ પાણીમાં ગરકાવ લોકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર નાના બાળકો સાથે પસાર થઈ રહ્યા છે લોકો જામનગર-પોરબંદર હાઇવે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. જેમાં હાઈવે પર આવેલ ચેકપોસ્ટ પાણીમાં ગરકાવ થયો છે. લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. જેમાં નાના બાળકો સાથે લોકો પસાર થઈ રહ્યા છે. તેમાં હાઈવે પર કમરડુબ પાણી ભરાયા છે. દ્વારકામાં આવેલ ખોડિયાર માતાજી મંદિર પાસે આવેલ ચેકપોસ્ટથી જામનગર પોરબંદર મુખ્ય હાઇવે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. લોકો જીવના જોખમે કમરડુબ પાણીમાંથી પસાર થઇ રહ્યા છે દ્વારકા, જામનગર પોરબંદર મુખ્ય હાઇવે રોડ પર વરસાદી પાણીમાં લોકો જીવના જોખમે કમરડુબ પાણીમાંથી પસાર થઇ રહ્યા છે. બહારથી આવતા યાત્રિકો વાહનો સાથે વરસાદી પાણીમાં હાઇવે રોડ પર ફસાયા છે. નાના બાળકો સાથે જીવના જોખમે કમરડુબ પાણીમાં લોકો પસાર થઈ રહ્યા છે. જામનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. જામનગરમાં વસઈ ગામથી આગળ દ્વારકા તરફ જતા રોડ તરફ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્વિફ્ટ ગાડીમાં બે માણસો તણાયા હોય તેવા સમાચાર જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમને મળ્યા હતા. રેસ્ક્યૂ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.લગારીયા, ASI દિલીપભાઈ તલાવડીયા, હેડ કોસ્ટેબલ કાસમભાઈ બ્લોચ તથા ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સમય સૂચકતા વાપરીને ક્રેન બોલાવવામાં આવી હતી. તથા ગ્રામજનોની મદદથી ધસમસતા પાણીમાં દોરડાના સહારે જીવના જોખમે રેસ્કયૂ ટીમ મેમ્બર્સ દ્વારા કલ્પેશભાઈ પરષોત્ત મભાઈ જગતીયા અને પઢીયાર વિવેકભાઈ રશ્મિનભાઈનું રેસ્ક્યૂ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- હાઈવે પર આવેલ ચેકપોસ્ટ પાણીમાં ગરકાવ
- લોકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર
- નાના બાળકો સાથે પસાર થઈ રહ્યા છે લોકો
જામનગર-પોરબંદર હાઇવે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. જેમાં હાઈવે પર આવેલ ચેકપોસ્ટ પાણીમાં ગરકાવ થયો છે. લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. જેમાં નાના બાળકો સાથે લોકો પસાર થઈ રહ્યા છે. તેમાં હાઈવે પર કમરડુબ પાણી ભરાયા છે. દ્વારકામાં આવેલ ખોડિયાર માતાજી મંદિર પાસે આવેલ ચેકપોસ્ટથી જામનગર પોરબંદર મુખ્ય હાઇવે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે.
લોકો જીવના જોખમે કમરડુબ પાણીમાંથી પસાર થઇ રહ્યા છે
દ્વારકા, જામનગર પોરબંદર મુખ્ય હાઇવે રોડ પર વરસાદી પાણીમાં લોકો જીવના જોખમે કમરડુબ પાણીમાંથી પસાર થઇ રહ્યા છે. બહારથી આવતા યાત્રિકો વાહનો સાથે વરસાદી પાણીમાં હાઇવે રોડ પર ફસાયા છે. નાના બાળકો સાથે જીવના જોખમે કમરડુબ પાણીમાં લોકો પસાર થઈ રહ્યા છે. જામનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. જામનગરમાં વસઈ ગામથી આગળ દ્વારકા તરફ જતા રોડ તરફ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્વિફ્ટ ગાડીમાં બે માણસો તણાયા હોય તેવા સમાચાર જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમને મળ્યા હતા.
રેસ્ક્યૂ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.લગારીયા, ASI દિલીપભાઈ તલાવડીયા, હેડ કોસ્ટેબલ કાસમભાઈ બ્લોચ તથા ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સમય સૂચકતા વાપરીને ક્રેન બોલાવવામાં આવી હતી. તથા ગ્રામજનોની મદદથી ધસમસતા પાણીમાં દોરડાના સહારે જીવના જોખમે રેસ્કયૂ ટીમ મેમ્બર્સ દ્વારા કલ્પેશભાઈ પરષોત્ત મભાઈ જગતીયા અને પઢીયાર વિવેકભાઈ રશ્મિનભાઈનું રેસ્ક્યૂ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા છે.