Gujarat Rain : ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું

રાજયમા ચોમાસાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે.રાજયમાં અગામી સમયમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે,અગામી સમયમાં કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરાઈ છે.રાજ્યમાં સરેરાશ 973 MM વરસાદ નોંધાયો છે. હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા નહિવત રાજયમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી,બંગાળની ખાડીમાં પણ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહીવત સેવાઈ રહી છે.આ વખતે ગુજરાતમાં 44 ટકા વધુ વરસાદ નોંધાયો છે, વરસાદની એક સિસ્ટમ 23-24 સપ્ટેમ્બરે બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે. આ વરસાદનો રાઉન્ડ ચારથી પાંચ દિવસ જોવા મળે તેમ લાગી રહ્યું છે. રાજ્યના 60થી 70 ટકા ભાગોમાં આ વરસાદ આવી શકે છે. જેમાં બેથી લઈને પાંચ ઇંચ વરસાદ પડી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. રાજયના કેટલાક છૂટા ભાગોમાં પડશે વરસાદ : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજયમાં કેટલાક છૂટા ભાગોમાં વરસાદ થવાની શકયતાઓ છે.18થી 21 સપ્ટેમ્બરે રાજયના ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા છે.પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.પંચમહાલ, સાબરકાંઠા, કચ્છમાં ભારે વરસાદની શકયતાઓ સેવાઈ રહી છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતા રહશે.નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે. રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે. રાજ્યમાંથી ચોમાસુ વિદાય ધીરેધીરે લેશે. તેમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી છે. તથા ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે. રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે. આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રીય છે આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રીય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે. તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે.  

Gujarat Rain : ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજયમા ચોમાસાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે.રાજયમાં અગામી સમયમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે,અગામી સમયમાં કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરાઈ છે.રાજ્યમાં સરેરાશ 973 MM વરસાદ નોંધાયો છે.

હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા નહિવત

રાજયમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી,બંગાળની ખાડીમાં પણ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહીવત સેવાઈ રહી છે.આ વખતે ગુજરાતમાં 44 ટકા વધુ વરસાદ નોંધાયો છે, વરસાદની એક સિસ્ટમ 23-24 સપ્ટેમ્બરે બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે. આ વરસાદનો રાઉન્ડ ચારથી પાંચ દિવસ જોવા મળે તેમ લાગી રહ્યું છે. રાજ્યના 60થી 70 ટકા ભાગોમાં આ વરસાદ આવી શકે છે. જેમાં બેથી લઈને પાંચ ઇંચ વરસાદ પડી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

રાજયના કેટલાક છૂટા ભાગોમાં પડશે વરસાદ : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજયમાં કેટલાક છૂટા ભાગોમાં વરસાદ થવાની શકયતાઓ છે.18થી 21 સપ્ટેમ્બરે રાજયના ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા છે.પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.પંચમહાલ, સાબરકાંઠા, કચ્છમાં ભારે વરસાદની શકયતાઓ સેવાઈ રહી છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતા રહશે.નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.

રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે

રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે. રાજ્યમાંથી ચોમાસુ વિદાય ધીરેધીરે લેશે. તેમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી છે. તથા ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે. રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે.

આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રીય છે

આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રીય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે. તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે.