Gujarat Rain: આજે કચ્છ અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે કરી આગાહી

ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રહેશે વરસાદ ડીપ ડિપ્રેશન, ઓફશૅર ટ્રફ અને મોન્સુન ટ્રફ સક્રિય આજે સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી શકે છે.રાજ્યમાં આજે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ રહેવાી શકયતાઓ સેવાઈ રહી છે.30 ઓગસ્ટે વરસાદનું જોર ઘટશે,એ પહેલા ગુજરાતમાં સારો વરસાદ થશે,હાલ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ રહેલી છે. જાણો આજે કયા જિલ્લામાં કરાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, મોરબી,જામનગર, પોરબંદર,દ્વારકા,જૂનાગઢ,રાજકોટમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે.ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગરમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ડીપ ડિપ્રેશન,ઓફશૅર ટ્રફ અને મોનસુન ટ્રફના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ30 ઓગસ્ટ પછી ઘટશે વરસાદનું જોર હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખ સુધીમાં વરસાદનું જોર ઘટશે,સાથે સાથે 31 ઓગસ્ટે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે.દ્વારકા, કચ્છ, જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.દ્વારકાના 4 તાલુકાઓમાં 8-11 ઇંચ વરસાદ,ભાણવડમાં 11 ઇંચ, કલ્યાણપુરમાં 10 ઇંચ,ખંભાળીયામાં 8.5 ઇંચ, દ્વારકામાં 8.5 ઇંચ,અબડાસામાં 8 ઇંચ, જામજોધપુરમાં 8 ઇંચ,નખત્રાણામાં 7.5 ઇંચ, લખપતમાં 7 ઇંચ,લાલપુર અને કાલાવડમાં 6.5 ઇંચ વરસાદ,ધોરાજીમાં 6 ઇંચ, માંડવીમાં 5.5 ઇંચ વરસાદ,કુતિયાણામાં 5 ઇંચ, લોધિકામાં 5 ઇંચ,રાણાવાવમાં 4.5 ઇંચ, પોરબંદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં તંત્ર એલર્ટ મોર્ડ પર રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમ નો એવરેજ ૯૧.૮૮ ટકા વરસાદ થયો છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના 15 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં ગતરોજ સોમવારે વધુ 8 ગેટ મળી કુલ 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે.

Gujarat Rain: આજે કચ્છ અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રહેશે વરસાદ
  • ડીપ ડિપ્રેશન, ઓફશૅર ટ્રફ અને મોન્સુન ટ્રફ સક્રિય
  • આજે સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી શકે છે.રાજ્યમાં આજે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ રહેવાી શકયતાઓ સેવાઈ રહી છે.30 ઓગસ્ટે વરસાદનું જોર ઘટશે,એ પહેલા ગુજરાતમાં સારો વરસાદ થશે,હાલ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ રહેલી છે.

જાણો આજે કયા જિલ્લામાં કરાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, મોરબી,જામનગર, પોરબંદર,દ્વારકા,જૂનાગઢ,રાજકોટમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે.ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગરમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ડીપ ડિપ્રેશન,ઓફશૅર ટ્રફ અને મોનસુન ટ્રફના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ

30 ઓગસ્ટ પછી ઘટશે વરસાદનું જોર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખ સુધીમાં વરસાદનું જોર ઘટશે,સાથે સાથે 31 ઓગસ્ટે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે.દ્વારકા, કચ્છ, જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.દ્વારકાના 4 તાલુકાઓમાં 8-11 ઇંચ વરસાદ,ભાણવડમાં 11 ઇંચ, કલ્યાણપુરમાં 10 ઇંચ,ખંભાળીયામાં 8.5 ઇંચ, દ્વારકામાં 8.5 ઇંચ,અબડાસામાં 8 ઇંચ, જામજોધપુરમાં 8 ઇંચ,નખત્રાણામાં 7.5 ઇંચ, લખપતમાં 7 ઇંચ,લાલપુર અને કાલાવડમાં 6.5 ઇંચ વરસાદ,ધોરાજીમાં 6 ઇંચ, માંડવીમાં 5.5 ઇંચ વરસાદ,કુતિયાણામાં 5 ઇંચ, લોધિકામાં 5 ઇંચ,રાણાવાવમાં 4.5 ઇંચ, પોરબંદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં તંત્ર એલર્ટ મોર્ડ પર

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમ નો એવરેજ ૯૧.૮૮ ટકા વરસાદ થયો છે.

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા

નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના 15 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં ગતરોજ સોમવારે વધુ 8 ગેટ મળી કુલ 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે.