Navsari: બીલીમોરામાં આદિવાસીઓના પરંપરાગત ઘેરૈયા નૃત્ય સ્પર્ધા યોજાઈ, 12 મંડળીએ લીઘો ભાગ
આદિવાસીઓના પરંપરાગત લોકનૃત્ય ઘેરૈયા નૃત્યને જીવંત રાખવાના પ્રયાસ રૂપ આજે બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ઘેરૈયા નૃત્ય સ્પર્ધા યોજાઇ હતી. આદિવાસી બાહુલ્ય ધરાવતા દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના પરંપરાગત નૃત્ય ઘેરૈયા જેને આધુનિકતાના વમળમાં આદિવાસી યુવાનો વિમુખ ન થાય એ હેતૂથી બીલીમોરા સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દાતાઓના સહયોગથી લાભ પાંચમના દિને ઘેરૈયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. 12 ઘેરૈયા મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં આજે બીલીમોરા ખાતે સોમનાથ મંદિર પરિસરમાં યોજાયેલી સ્પર્ધામાં 12 ઘેરૈયા મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઘેરૈયાઓએ પારંપારિક વસ્ત્ર પરિધાન કરી ઘેર રમી હતી. જેને પરિસરમાં ઉપસ્થિત લોકોએ નિહાળવા સાથે વધાવી પણ હતી. ઘેરૈયા નૃત્યને સાચવવાના પ્રયાસોના ફળ સ્વરૂપ આજે ઘેરૈયા મંડળીઓ રાજ્યમાં અનેક સ્થળોએ પોતાની પ્રતિભા બતાવી રહી છે. આદિવાસીઓ મલ્લિ માતાની પૂજન કર્યા બાદ ઘેર રમે છે સાથે જ દક્ષિણ ગુજરાતના ઘણા કાર્યક્રમોમાં પણ ઘેરૈયા મંડળીઓને ખાસ બોલાવી પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઘેરૈયા નૃત્યમાં આદિવાસીઓ એમના પરંપરાગત ગીતો ગાઈને ગરબા રમે છે, ખાસ કરીને આદિવાસીઓ મલ્લિ માતાની પૂજન કર્યા બાદ ઘેર રમતા હોય છે. જેને આદિવાસીઓ અનેક સારા નરસા પ્રસંગોમાં માતાના આશીર્વાદ તરીકે પણ જોતાં હોય છે. દિવાળીના તહેવારોમાં લોકો સામેથી ઘેરૈયાઓને પોતાના ઘરે તેમજ ઓફિસ દુકાને બોલાવીને ઘેર રમાડતા હોય છે. ઘેરૈયા મંડળી માત્ર પુરુષ હોય છે ઘેરૈયામાં માત્ર પુરુષોની જ ઘેરૈયા મંડળી ઘરના આંગણે આવીને ગરબા રમે છે. જેનાથી આખું વર્ષ સુખમય નિવડે તેવી માન્યતા છે. ઘેરૈયાઓની ટુકડીમાં એકપણ મહિલા નથી હોતી. ઘેરૈયાઓનું નૃત્ય માત્ર શક્તિની આરાધના જ નહીં પરંતુ કોઈના મૃત્યુના સમયે, બાળક જન્મ્યું હોય તો એને ઘોડીએ ચડાવીને ઘેર ગવડાવવામાં આવે છે. ઘેરૈયામાં પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરતા હોય છે. ઘેરૈયાનો પોશાક અર્ધનારેશ્વર જેવો હોય છે. ઘેરૈયા ગરબા હવે ધીરેધીરે લુપ્ત થઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું પરંપરાગત 'ઘેર નૃત્ય' એટલે ઘેરૈયા નૃત્ય રમવામાં આવે છે. પરંતુ ઘેરૈયા ગરબા હવે ધીરેધીરે લુપ્ત થઈ રહ્યું છે. તેમજ આદિવાસી સમાજમાં પણ મર્યાદિત થઈ ગયુ છે. પરંતુ આ ઘેરૈયાની પરંપરાને જીવંત રાખવા આદિવાસી લોકો પોતાની ઘેરૈયાની મંડળી બનાવીને ગામડાઓ અને શહેરી વિસ્તારોની સોસાયટીઓમાં ફરીને ઘેરૈયા ગરબા રમે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આદિવાસીઓના પરંપરાગત લોકનૃત્ય ઘેરૈયા નૃત્યને જીવંત રાખવાના પ્રયાસ રૂપ આજે બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ઘેરૈયા નૃત્ય સ્પર્ધા યોજાઇ હતી. આદિવાસી બાહુલ્ય ધરાવતા દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના પરંપરાગત નૃત્ય ઘેરૈયા જેને આધુનિકતાના વમળમાં આદિવાસી યુવાનો વિમુખ ન થાય એ હેતૂથી બીલીમોરા સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દાતાઓના સહયોગથી લાભ પાંચમના દિને ઘેરૈયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
12 ઘેરૈયા મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
જેમાં આજે બીલીમોરા ખાતે સોમનાથ મંદિર પરિસરમાં યોજાયેલી સ્પર્ધામાં 12 ઘેરૈયા મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઘેરૈયાઓએ પારંપારિક વસ્ત્ર પરિધાન કરી ઘેર રમી હતી. જેને પરિસરમાં ઉપસ્થિત લોકોએ નિહાળવા સાથે વધાવી પણ હતી. ઘેરૈયા નૃત્યને સાચવવાના પ્રયાસોના ફળ સ્વરૂપ આજે ઘેરૈયા મંડળીઓ રાજ્યમાં અનેક સ્થળોએ પોતાની પ્રતિભા બતાવી રહી છે.
આદિવાસીઓ મલ્લિ માતાની પૂજન કર્યા બાદ ઘેર રમે છે
સાથે જ દક્ષિણ ગુજરાતના ઘણા કાર્યક્રમોમાં પણ ઘેરૈયા મંડળીઓને ખાસ બોલાવી પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઘેરૈયા નૃત્યમાં આદિવાસીઓ એમના પરંપરાગત ગીતો ગાઈને ગરબા રમે છે, ખાસ કરીને આદિવાસીઓ મલ્લિ માતાની પૂજન કર્યા બાદ ઘેર રમતા હોય છે. જેને આદિવાસીઓ અનેક સારા નરસા પ્રસંગોમાં માતાના આશીર્વાદ તરીકે પણ જોતાં હોય છે. દિવાળીના તહેવારોમાં લોકો સામેથી ઘેરૈયાઓને પોતાના ઘરે તેમજ ઓફિસ દુકાને બોલાવીને ઘેર રમાડતા હોય છે.
ઘેરૈયા મંડળી માત્ર પુરુષ હોય છે
ઘેરૈયામાં માત્ર પુરુષોની જ ઘેરૈયા મંડળી ઘરના આંગણે આવીને ગરબા રમે છે. જેનાથી આખું વર્ષ સુખમય નિવડે તેવી માન્યતા છે. ઘેરૈયાઓની ટુકડીમાં એકપણ મહિલા નથી હોતી. ઘેરૈયાઓનું નૃત્ય માત્ર શક્તિની આરાધના જ નહીં પરંતુ કોઈના મૃત્યુના સમયે, બાળક જન્મ્યું હોય તો એને ઘોડીએ ચડાવીને ઘેર ગવડાવવામાં આવે છે. ઘેરૈયામાં પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરતા હોય છે. ઘેરૈયાનો પોશાક અર્ધનારેશ્વર જેવો હોય છે.
ઘેરૈયા ગરબા હવે ધીરેધીરે લુપ્ત થઈ રહ્યું છે
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું પરંપરાગત 'ઘેર નૃત્ય' એટલે ઘેરૈયા નૃત્ય રમવામાં આવે છે. પરંતુ ઘેરૈયા ગરબા હવે ધીરેધીરે લુપ્ત થઈ રહ્યું છે. તેમજ આદિવાસી સમાજમાં પણ મર્યાદિત થઈ ગયુ છે. પરંતુ આ ઘેરૈયાની પરંપરાને જીવંત રાખવા આદિવાસી લોકો પોતાની ઘેરૈયાની મંડળી બનાવીને ગામડાઓ અને શહેરી વિસ્તારોની સોસાયટીઓમાં ફરીને ઘેરૈયા ગરબા રમે છે.