Gujarat Police : ગુજરાતમાં 37 IPS અધિકારીની મોટાપાયે બદલી, શમશેર સિંઘ ચાલુ મહિને જ થશે વય નિવૃત

Mar 6, 2026 - 07:30
Gujarat Police : ગુજરાતમાં 37 IPS અધિકારીની મોટાપાયે બદલી, શમશેર સિંઘ ચાલુ મહિને જ થશે વય નિવૃત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આ નિર્ણય અધિકારીઓના ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવામાં આવ્યો છે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે, જે શાસન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો એક પ્રયાસ છે. લાંબા સમયથી આઈપીએસ લોબીમાં ચર્ચા ચાલી રહી હતી કે હવે બદલી આવે તો સારૂ, ત્યારે બદલી આવતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે.

બનાસકાંઠા નવી રેન્જ ઉભી કરાઇ

વિસ્તારની દૃષ્ટીએ હાલમાં કચ્છ અને રાજકોટ રેન્જ સૌથી મોટી છે. જેમાં રેન્જ આઈ.જીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવામાં પણ કલાકોનો સમય લાગી જાય છે. જેના પગલે રાજકોટ રેન્જમાંથી મોરબીને અલગ કરી કચ્છ રેન્જમાં લેવાનું અને કચ્છ રેન્જમાંથી બનાસકાંઠા-પાટણ અલગ કરી નવી રેન્જની કાર્યવાહી કરી હોવાનું સૂત્રોનું કહેવું છે.

ગુજરાતમાં 37 IPSની બદલીના આદેશ

01-પરીક્ષિતા રાઠોડની બનાસકાંઠા રેન્જ IG તરીકે બદલી

02-શમશેર સિંઘની DGP સિવિલ ડિફેન્સ તરીકે નિમણૂક

03- રાજકોટ IG અશોક કુમારને IBમાં મુકાયા

04-IPS ગૌતમ પરમાર IG CID ક્રાઇમ બન્યા

05-રાઘવેન્દ્ર વત્સ IG અમદાવાદ રેન્જ

06-નિલેશ જજડિયા વડોદરા શહેર JCP બન્યા

07-બિપિન આહિરેને IG સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમા મુકાયા

08-પી.એલ. મલની ACBમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી

09-નરેન્દ્ર ચૌધરીની સ્ટેટ IBમાં બદલી

10-એ.જી.ચૌહાણની JCP ટ્રાફિક અમદાવાદમાં બદલી

11-આર. વી અસારી ભાવનગર રેન્જ IG બન્યા

12-કે.એન.ડામોરની CID ક્રાઇમમાં બદલી

13-મકરંદ ચૌહાણ કાયદો અને વ્યવસ્થા ગાંધીનગર DIGP

14-વિધિ ચૌધરી DIGP ગોધરા રેન્જ

15-વિશાલ વાઘેલા DIGP સ્ટેટ મોનીટરીંગ સેલ

16-લીના પાટીલ પ્રિન્સીપાલ કરાઈ તાલીમ શાળા

17-નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ IG

18-દીપક મેઘાણી ACBમા જોઇન્ટ ડાયરેક્ટર બન્યા

19-મહેન્દ્ર બગરિયા JCP સુરતમા બદલી

20-હિતેશ જોઈશર IB મા મુકાયા

21-તરુણ દુગ્ગલ એડિશનલ કમિશનર અમદાવાદ શહેર એડમિન

22-ચૈતન્ય માંડલિક રાજકોટ શહેર એડિ. કમિ, ક્રાઈમ ટ્રાફિક

23-સરોજ કુમારી DIG જેલ વડોદરા

24-રાજેન્દ્રસિંહ ચુડાસમા DIGP જૂનાગઢ

25-આર પી બારોટ DIGP જેલ અમદાવાદ

26-જી.એ.પંડ્યા DIGP જેલ રાજકોટ

27-આર ટી શુશ્રા સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ

28-સુધા પાંડે DIGP હથિયારી એકમ વડોદરા

29-સુજાતા મજમુદાર DIGP હથિયારી એકમ ગાંધીનગર

30-સુધીર દેસાઈ એડિશનલ કમિશનર વડોદરા શહેર

31-બલરામ મીણા સ્પેશિયલ કમિશનર સુરત

32-કરણરાજ વાઘેલા JCP ક્રાઈમ સુરત

33-એસ વી પરમાર જેસીપી ટ્રાફિક સુરત

34-એ એમ મુનિયા DIGP કોસ્ટલ સિક્યુરિટી

35-મયુર પાટીલ DCP ઝોન 8 અમદાવાદ

36-વાબાંગ ઝમીર ને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રખાયા

37-લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોતા IPSને આખરે નિમણૂક


આ પણ વાંચો : Gujarat Latest News Live : અમદાવાદના નરોડામાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે, ટીપી-109માં નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવાશે



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0