Gujarat palika panchayat voting: એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન

Feb 16, 2025 - 09:00
Gujarat palika panchayat voting: એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ રહી છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની શરૂઆત થઇ ચુકી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન થઇ રહ્યુ છે. સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાનમાં છે. પાલિકા - પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી છે. કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઇ ચુક્યા છે.

પાલિકા - પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી

કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર. 203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર. કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ. ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ. કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન. 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો. 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

વડોદરાની કરજણ નપાની ચૂંટણી માટે મતદાન

કરજણ નપાના 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન. કરજણ નગરપાલિકામાં કુલ 27,177 મતદાર. 13489 પુરુષ અને 13679 મહિલા મતદાર

જૂનાગઢની ચોરવાડ નગરપાલિકા માટે મતદાન

વહેલી સવારથી જ મતદાન માટે લાઈન લાગી. ઉત્સાહપૂર્વ માહોલમાં મતદાન કરતા મતદારો. ચોરવાડ નગરપાલિકા બની છે પ્રતિષ્ઠાનો જંગ. ધારાસભ્ય વિમલ ચુડાસમાનું હોમ ટાઉન, સાંસદ રાજેશ ચુડાસમાનું હોમ ટાઉન છે ચોરવાડ. 

આમોદ જિલ્લા પંચાયત બેઠક માટે મતદાન

આમોદ જિ,પં. માટે 29 ગામના 42 બુથ પર મતદાન. ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કર્યું મતદાન. મતદાન મથકોમાં વહેલી સવારથી મતદારોની લાઇન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0