Gujarat Palika Panchayat Result 2025: ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતના તમામ નગરપાલિકામાં શું આવ્યું પરિણામ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ ધીરે ધીરે ખૂલી રહ્યું છે. 1 મનપા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ લગભગ આવી ગયું છે. કુલ 1677 બેઠકોમાંથી ભાજપે 1475 બેઠકો પર ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસે 310 બેઠક અન્ય 238 બેઠકો મેળવી છે. આમ ભાજપનો ભગવો લહેરાયો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થયા છે. આ વચ્ચે કેટલીક બેઠકોના પરિણામોએ ગુજરાતને ચોંકાવ્યા છે. તો ચાલો જાણીએ શું આવ્યું પરિણામ
નગરપાલિકા ફાઈનલ પરિણામ
- અમરેલીની રાજુલા ન.પા.માં ભાજપનો ભગવો લહેરાયો છે. 28માંથી 28 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ છે. તમામ 24 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ છે.
- પાટણ જિલ્લાની તમામ ન.પા.માં ભાજપનો ભગવો લહેરાયો છે. રાધનપુર ન.પા. કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી છે.
- આણંદની ઓડ ન.પા.માં ભાજપનો વિજય થયો છે. 24માંથી 24 બેઠકો સાથે વિપક્ષના સૂપડા સાફ થઇ ગયા છે. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- જામનગરની કાલાવાડ ન.પા.માં ભાજપનો વિજય થયો છે. 28 બેઠકોમાંથી ભાજપનો 26 બેઠક પર વિજય મેળવ્યો છે. ફક્ત બે બેઠક પર કોંગ્રેસ સમેટાઈ છે.
- મહિસાગરના સંતરામપુરમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 15 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો જ્યારે કોંગ્રેસને 7 અને અપક્ષને 2 બેઠકો મળી છે.
- જેતપુર ન.પા.માં રાદડિયાનો દબદબો યથાવત રહ્યો છે. 32 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. 1 બેઠક પર કોંગ્રેસ અને 11 બેઠક અપક્ષની જીત થઇ છે.
- હળવદ ન.પા.માં ભાજપનો કેસરિયો લહેરાયો છે. 27 બેઠકો પર ભાજપ, 1 બેઠક પર કોંગ્રેસનો વિજય બની છે. 27 બેઠકો પર ભાજપની જીતને લઇ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- હાલોલ ન.પા.માં ભાજપે સપાટો બોલાવ્યો છે. 32 બેઠક પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા દિવાળી જોવા માહોલ જામ્યો છે. કોંગ્રેસનું ખાતુ ન ખૂલ્યુ, 2 બેઠક પર અપક્ષનો વિજય થયો છે.
- રાપર ન.પા.ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપની 22 અને કોંગ્રેસને 6 બેઠક મળી છે.
- જામજોધપુર ન.પા.માં ભાજપનો દબદબો યથાવત રહ્યો જેમાં 26 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસે બાજી મારી છે.
- અમરેલીના લાઠી ન.પા.માં ભાજપની જીત થઇ છે. ભાજપે 18 અને કોંગ્રેસે 5 બેઠકો જીતી મેળવી છે. અપક્ષના ઉમેદવારોનો એક બેઠક પર વિજય થયો.
- બાલાસિનોર ન.પા.માં ભાજપનો ભગવો લહેરાયો, 28માંથી 16 બેઠકો પર ભાજપનો વિજય, કોંગ્રેસે 9 અને અપક્ષે ત્રણ બેઠક પર જીત મેળવી.
- સંતરામપુર ન.પા.માં ભાજપની જીત, ભાજપ - 15, કોંગ્રેસ 7, અપક્ષનો 2 બેઠક પર વિજય મેળવ્યો છે.
- વંથલી નગરપાલિકામાં ભાજપની જીત, ભાજપે 20 બેઠકો મેળવી ભગવા લહેરાવ્યો છે. કોંગ્રેસે 4 બેઠકો પર કબ્જો મેળવ્યો છે.
- કરજણ ન.પા.માં ભાજપનો દબદબો, કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. ભાજપનો 19 બેઠક પર વિજય, અપક્ષે 3 સીટો જીતી.
- વડનગર ન.પા.માં ભાજપનો વિજય થઇ છે. 26 બેઠક પર ભાજપ અને 2 બેઠક કોંગ્રેસે મેળવી છે.
- બિલીમોરા ન.પા.માં ભાજપનો વિજય થયો છે. ભાજપે 29 બેઠક પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસે 2 અને અપક્ષે 5 સીટો જીતી છે.
- મહુધા ન.પા.માં ભાજપનો વિજય, ભાજપનો 14 અને અપક્ષનો 10 બેઠક પર વિજય મેળવ્યો છે.
- બોટાદ ન.પા.માં ભાજપે બહુમતી મેળવી છે. ભાજપને 41 અને કોંગ્રેસને 3 બેઠકો મળી છે.
- ધ્રોલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપનો 15, કોંગ્રેસો 8 અને અપક્ષનો 2 સીટ પર વિજય.
- બોરીયાવી નગરપાલિકા પર ભાજપે કબ્જો મેળવ્યો, ભાજપે 15 બેઠકો પર જીત મેળવી બાજી મારી, જ્યારે કોંગ્રેસ 6 અને 3 બેઠકો અપક્ષ લઇ ગયુ.
- ચકલાસી ન.પા.માં કોંગ્રેસના સૂપડા સાફ, કોંગ્રેસના ગઢમાં ભાજપનો વિજય, ભાજપે 16, અપક્ષે 11, કોંગ્રેસે 1 સીટ જીતી.
- ઉપલેટા ન.પા.માં ભાજપનો ભવ્ય વિજય, ભાજપે 27, કોંગ્રેસે 6, અપક્ષે 3 બેઠકો જીતી છે.
- માણસા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપે 27 બેઠકો જીતી, કોંગ્રેસને ફક્ત 1 બેઠક મળી.
- ચાણસ્મા ન.પા.માં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે 15, કોંગ્રેસે 5, અપક્ષે 4 બેઠકો જીતી છે.
- ગારિયાધાર ન.પા.માં ભાજપની જીત, ભાજપે 18 અને કોંગ્રેસે 10 બેઠકો જીત છે.
- દેવગઢ બારિયા ન.પા.માં ભાજપનો વિજય થયો છે. ભાજપે 13, કોંગ્રેસે 3 અને અપક્ષે 8 સીટો જીતી.
- ખેડબ્રહ્મા ન.પા.માં ભાજપનો વિજય, ભાજપે 17 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી
- કોડિનાર ન.પા.માં કોંગ્રેસા સૂપડા સાફ, તમામ 28 બેઠકો પર ભાજપનો વિજય થતા દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
- કોડિનાર ન.પા.માં કોંગ્રેસનું ખાતુ પણ ન ખૂલ્યુ,
- ધોરાજી ન.પા.માં ભાજપનો વિજય, ભાજપે 24 અને કોંગ્રેસે 12 બેઠકો જીતી છે.
- થાનગઢ ન.પા.ચૂંટણીમાં ભાજપનો વિજય, ભાજપને 25 અને અન્યને 3 બેઠકો જીતી, કોંગ્રેસને એકપણ બેઠક ન મળી
- ગારિયાધાર ન.પા.માં ભાજપનો વિજય, ભાજપે 18 અને કોંગ્રેસે 10 બેઠકો જીતી.
- ભાયાવદર ન.પા. ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. ભાજપે 16 અને કોંગ્રેસે 8 બેઠકો જીતી.
- હારીજ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય, ભાજપે 14 અને કોંગ્રેસે 10 બેઠકો પર જીત મેળવી.
- છોટાઉદેપુર ન.પા. પરિણામમાં અપક્ષોનો દબદબો, ભાજપે 8, કોંગ્રેસે 1 અને અપક્ષે 19 સીટો જીતી.
- દ્વારકાની સલાયા નગરપાલિકામાં ભાજપને બુઝડોઝર ભારે પડ્યું, એક પણ બેઠક પર કમળ ન ખીલ્યું, આપ-કોંગ્રેસ ફાવી ગયા
તાલુકા પંચાયત ફાઈનલ પરિણામ
- ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય
- ભાજપે 20, કોંગ્રેસે 8 બેઠક પર વિજય મેળવ્યો
- કઠલાલ તા.પં.માં ભાજપનો ભગવો લહેરાયો
- ભાજપે 18, કોંગ્રેસ 2, અપક્ષે 4 બેઠકો જીતી
- કપડવંજ તા.પં.ચૂંટણીમાં ભાજપનો વિજય
- ભાજપે 18, કોંગ્રેસે 6, અપક્ષે 2 સીટો જીતી
What's Your Reaction?






