Gujarat Palika Election 2025 : ગીર સોમનાથના કોડીનારમાં EVM ખોરવતા તંત્રમાં દોડધામ

Feb 16, 2025 - 15:00
Gujarat Palika Election 2025 : ગીર સોમનાથના કોડીનારમાં EVM ખોરવતા તંત્રમાં દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથના કોડીનાર નપાની ચૂંટણીમાં EVM ખોટકાયું હોવાની વાત સામે આવી હતી પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક નવુ ઈવીએમ ગોઠવી દેતા ફરીથી મતદાન શરૂ કરાયું હતુ,મતદાન મથક 3 બુખારી મહોલ્લામાં મતદાન અટક્યું હોવાની વાત સામે આવી હતી તો EVMની ખામી દૂર કરીને ફરી મતદાન શરૂ કરાયું છે.કોડીનારમાં અડધો કલાક EVM મશીન ખોટકાયું હતુ.

શાંતી પૂર્ણ માહોલમાં મતદાન

ગિરસોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે જિલ્લામાં બે તાલુકા પંચાયત એક નગરપાલિકાની ચૂંટણીમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત, મતદાન કેન્દ્ર પર વૃદ્ધો અને દિવ્યાંગોને મતદાન કરવામાં સહયોગ કરી રહી છે પોલીસ, જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર કાયદો વ્યવસ્થા અનુસાર ચાલી રહ્યું છે મતદાન: મનોહરસિંહ જાડેજા - પોલીસ અધિક્ષક ગીર સોમનાથ

કોડીનાર નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 માટે તંત્રની કડક વ્યવસ્થા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર ડી. ડી. જાડેજાએ માહિતી આપી કે તમામ મતદાન કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક બંદોબસ્ત ગોઠવાયો હતો.

સુરક્ષા વ્યવસ્થા ત્રિવિધ સ્તરે ગોઠવાઈ

કોડીનાર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલ જળવાયો હતો. મતદાન કેન્દ્રો પર પોલીસ છાવણી સમાન બંદોબસ્ત જોવા મળ્યો, જ્યાં મતદારો કરતા પોલીસના જવાનોની સંખ્યા વધુ જણાઈ. સુરક્ષા વ્યવસ્થા માટે 1 DySP, 3 PI, 12 PSI, 253 પોલીસ જવાનો, GRD-SRDના 263 જવાનો અને 15 SRPની ટીમ તહેનાત કરવામાં આવી હતી. દરેક વોર્ડને સંવેદનશીલ ગણીને કડક ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

મતદાનની સવારથી જ ધીમી શરૂઆત, પરંતુ ધીમે ધીમે વધારો થયો

સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થવા છતાં પ્રાથમિક તબક્કામાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો. બપોરે 1 વાગ્યા સુધીમાં તાલુકા પંચાયતમાં સરેરાશ 26-30% અને કોડીનાર નગરપાલિકામાં 32% મતદાન નોંધાયું. મતદારોમાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ચૂંટણી પરિણામ માટે લોકચાહના ઉછળી

કોડીનાર નગરપાલિકાની 28માંથી 4 બેઠકો બિનહરીફ રીતે ભાજપને મળતાં હવે બાકીની 24 બેઠકો માટે કાઉન્ટિંગ પર નજર મંડાયેલી છે. મતદારો અને રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ હવે પરિણામ માટે આતુર છે.પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મતદાન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહ્યું અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહીં. જિલ્લા તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0