Gujarat Palika Election 2025 : સુરેન્દ્રનગરના લીંબડીમાં 2 વાગ્યા સુધીમાં 40% મતદાન

Feb 16, 2025 - 15:00
Gujarat Palika Election 2025 : સુરેન્દ્રનગરના લીંબડીમાં 2 વાગ્યા સુધીમાં 40% મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર / પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. થાનગઢ નગરપાલિકાની ૭ વોર્ડમાં ૨૮ બેઠકો પર યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૧૭,૦૫૦ પુરુષો, ૧૫,૮૬૬ સ્ત્રીઓ એમ મળી કુલ ૩૨,૯૧૬ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

થાનગઢ પાલિકામાં ૩૨,૯૧૬ મતદારો

અત્યાર સુધીમાં થયેલા મતદાન પર નજર કરીએ તો ૬૧૯૯ પુરુષો, ૪૩૬૦ સ્ત્રીઓ મળી કુલ ૧૦૫૫૯ લોકોએ ૩૨.૦૮ ટકા જેટલું મતદાન કર્યું છે. લીંબડી નગરપાલિકામાં વોર્ડ નં.૧માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ૨૪૩૧ પુરુષો, ૨૨૧૯ સ્ત્રીઓ એમ મળી કુલ ૪૬૫૦ લોકો પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં ૪૬૭ પુરુષ અને ૩૨૯ સ્ત્રીઓ એમ મળી કુલ ૭૯૬ લોકોએ ૧૭.૧૨ ટકા મતદાન કર્યું છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નં.૧માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ૩૯૬૦ પુરુષો, ૩૬૩૧ સ્ત્રીઓ એમ મળી કુલ ૭૫૯૧ લોકો પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં ૧૦૨૨ પુરુષ અને ૬૯૫ સ્ત્રીઓ એમ મળી કુલ ૧૭૧૭ લોકોએ ૨૨.૬૨ ટકા મતદાન કર્યું છે.

લીંબડીમાં થયું સારૂ મતદાન

લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ૩૭૫૦ પુરુષો, ૩૩૯૮ સ્ત્રીઓ એમ મળી કુલ ૭૧૪૮ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં થયેલા મતદાન પર નજર કરીએ તો ૮૮૩ પુરુષો, ૩૮૬ સ્ત્રીઓ મળી કુલ ૧૨૬૯ લોકોએ ૧૭.૭૫ ટકા જેટલું મતદાન કર્યું છે. જ્યારે સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર ૨૧૮૯ પુરુષો, ૨૧૧૨ સ્ત્રીઓ એમ મળી કુલ ૪૩૦૧ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં થયેલા મતદાન પર નજર કરીએ તો ૯૪૫ પુરુષો, ૭૩૦ સ્ત્રીઓ મળી કુલ ૧૬૭૫ લોકોએ ૩૮.૯૪ ટકા જેટલું મતદાન કર્યું છે.

કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર

એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0